ઉવારસદ પાસે કાકાની નજર સામે ભત્રિજાનું મોત

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ઉવારસદ પાસે કાકાની નજર સામે ભત્રિજાનું મોત 1 - image


રાજસ્થાનથી રોજગારી રળવા આવેલા પરિવાર પર આભ તૂટી પડયું : અકસ્માત સર્જનાર ચાલક ગાડી ભાગવીને નાશી છુટયો

ગાંધીનગર : રાજસ્થાનથી રોજગારી રળવા આવેલા પરિવારના યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયાનો બનાવ નોંધાયો છે. ઉવારસદ ફાટક પાસે ફોરવ્હિલ ગાડીના ચાલકે અડફેટે લેતાં કાકાની નજર સામે ભત્રિજાના પ્રાણ છિનવાયા હતાં. અકસ્માત સર્જનાર ચાલક ગાડી ભગાવીને સ્થળ પરથી નાશી છુટયો હતો. અડાલજ પોલીસ દ્વારા આ બનાવ સંબંધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અડાલજ પોલીસ મથકના સુત્રો મુજબ રાજસ્થાનના ગાલિયાકોટ તાલુકાના ગરિયાતા ગામના રહેવાસી કાવાભાઇ જીવાભાઇ ડામોરે આ બનાવ સંબંધમાં નોૌંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા ફોરવ્હિલ ચાલકને દર્શાવવામાં આવ્યો છે. અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભત્રીજા ૩૨ વષય રમેશ લક્ષ્મણભાઇ ડામોરનું મૃત્યુ થયાનું જણાવવામાં આવ્યું છે. તારીખ ૧૩મીના રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ઉવારસદ ફાટક પાસેથી કાકા, ભત્રિજો ચાલીને પસાર થઇ રહ્યા હતાં. ત્યારે અજાણ્યા ફોરવ્હિલ ચાલકે પાછળથી ઠોકર મારતાં રોડ પર પટકાવાથી તેને ગંભીર ઇજા થઇ હતી. સ્થળ પર એકત્ર થયેલા માણસોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. પરંતુ તેના તબિબ દ્વારા રમેશને નિષ્પ્રાણ જાહેર કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News