Get The App

મોટી હોનારતો છતાં ઘોર બેદરકારી સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની પોલ ખૂલી,ફાયર પંપ જ બંધ

Updated: May 27th, 2024


Google NewsGoogle News
મોટી હોનારતો છતાં ઘોર બેદરકારી  સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની પોલ ખૂલી,ફાયર પંપ જ બંધ 1 - image

વડોદરાઃ મોટી હોનારતો બની રહી હોવા છતાં હજી અનેક સરકારી વિભાગોમાં ઘોર બેદરકારી રાખવામાં આવી રહી  હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરની મોટી હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.જે દરમિયાન સયાજી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમનો મુખ્ય પંપ બંધ હાલતમાં મળી આવ્યો હતો.

ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર હર્ષ વર્ધન પુવારે કહ્યું હતું કે,અમે અગાઉ બે વાર નોટિસ આપી ચૂક્યા છીએ અને આજે પણ ચેકિંગ કરતાં પંપ બંધ હાલતમાં હતો.હોસ્પિટલના સત્તાવાળાઓએ ગ્રાન્ટ મળી ગઇ છે અને કોન્ટ્રાકટ સોંપી દીધો છે તેમ કહ્યું હતું.જેથી તેમને ફરીથી જેમ બને તેમ જલ્દી કામ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.


Google NewsGoogle News