Get The App

રાજ્યના સાત જિલ્લાઓમાં ચોમાસામાં ભારે વરસાદની આગાહીથી NDRFની ટીમો તૈનાત

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
રાજ્યના સાત જિલ્લાઓમાં ચોમાસામાં ભારે વરસાદની આગાહીથી NDRFની ટીમો તૈનાત 1 - image

image : Twitter

NDRF Team in Gujarat : ચોમાસામાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદથી એનડીઆરએફની સાત અલગ-અલગ ટીમો રાજ્યના સાત જુદા જુદા શહેરોમાં ડિપ્લોય કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં ચોમાસુ બેસી ગયુ છે. આ વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાની આગાહીને પગલે રાજ્યનું એનડીઆરએફ સતર્ક બન્યુ છે.

એનડીઆરએફની સાત ટીમો સાત જુદા જુદા જિલ્લોમાં ડિપ્લોય કરવામાં આવશે. જેમાં રાજકોટ, વલસાડ, કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં રાજ્યના સાત જિલ્લાઓમાં પુરની સ્થિતિ જોવા મળે તેના આગોતરી તૈયારીના ભાગરૂપે એનડીઆરએફે આ સાતેય જિલ્લામાં એક એક ટીમ ડિપ્લોય કરી દીધી છે. તમામ ટીમો પોતપોતાના ડ્યુટી સ્થળો તરફ રવાના થઈ હતી.


Google NewsGoogle News