Get The App

રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે નવાયાર્ડ રેલવે ઓવરબ્રિજ તા.૮ થી ૨૨ સુધી બંધ રહેશે

કામગીરી મુજબ વારાફરતી બ્રિજ પર એક બીજી સાઈડથી બંધ કરાશે

Updated: May 6th, 2024


Google NewsGoogle News
રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે  નવાયાર્ડ રેલવે ઓવરબ્રિજ તા.૮ થી ૨૨ સુધી બંધ રહેશે 1 - image

વડોદરા,રોડ રિસર્ફેસિંગન કામગીરી કરવાની હોવાથી નવાયાર્ડ રેલવે ઓવરબ્રિજ તા.૮ થી ૨૨ મે સુધી તબક્કાવાર એકબીજી સાઈડથી બંધ કરવામાં આવશે.

શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારને જોડતા નવાયાર્ડ રેલ્વે ઓવરબ્રિજ ઉપર હાલ રસ્તાની સપાટી પર માસ્ટીક આસ્ફાસ્ટ કરીને રોડ  રીસર્ફેસીંગની કામગીરી કરવા શહેર પોલીસ વિભાગે તા.૩ ના રોજ મંજૂરી આપી છે. જેથી તા.૮ની રાત્રીના ૧૨ વાગ્યાથી તા.૨૨ ની રાત્રીના ૧૨ વાગ્યા સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. તબક્કાવાર રીતે એક તરફનો રોડ બંધ કરી બીજી તરફ ટુ - વ્હીલર તથા હળવા વાહનો અવર-જવર કરી શકાશે.

નવાયાર્ડ અને છાણી તરફથી આવતા તમામ પ્રકારના ભારદારી વાહનોને જૂના જકાતનાકાથી નિઝામપુરા તેમજ નવાયાર્ડ રોડ (ફતેગંજ પોલીસ સ્ટેશન તરફ), પોલીટેકનીક થઈ ફતેગંજ બ્રીજ નીચેથી યુ - ટર્ન કરી શાસ્ત્રી બ્રીજ રેલ્વે ઓવર બ્રિજથી  ગેંડા સર્કલ થઈ જે તે સ્થળે જવા ડાયવર્ઝનનો ઉપયોગ કરવા કહ્યું છે. આ ઉપરાંત ગોરવા પંચવટી, ઉંડેરા, કરોળીયા તરફથી આવતા તમામ પ્રકારના ભારદારી વાહનોને આઈ.ટી.આઈ. પાંચ રસ્તા, એલેમ્બીક રોડ, ગેંટા સર્કલ થઈ શાસ્ત્રી બ્રિજ, રેલ્વે ઓવર બ્રિજ થઈ નિઝામપુરાથી છાણી તરફનાં ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડશે.


Google NewsGoogle News