નવરાત્રી માટે પોલીસ બંદોબસ્તની તૈયારી,ગરબા આયોજકોને લાઉડ સ્પીકરની મંજૂરી લેવી પડશે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
નવરાત્રી માટે પોલીસ  બંદોબસ્તની તૈયારી,ગરબા આયોજકોને લાઉડ સ્પીકરની મંજૂરી લેવી પડશે 1 - image

વડોદરાઃ નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકર વગાડવા માટે ગરબા આયોજકોને પરવાનગી લેવા માટે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.

આગામી તા.૧૫ થી ૨૩ ઓક્ટોબર સુધી નવરાત્રિની ઉજવણી કરવામાં આવનાર છે.જ્યારે,તા.૨૪મીએ દશહરા ઉજવવામાં આવશે.વડોદરામાં મોટે પાયે ગરબાના આયોજનો કરવામાં આવતા હોય છે અને વડોદરાના ગરબા વિદેશમાં પણ પ્રચિલત છે.

નવરાત્રિ દરમિયાન પુરતો બંદોબસ્ત ગોઠવવાનું આગોતરું આયોજન કરવા માટે પોલીસ દ્વારા સ્કીમ બનાવવામાં આવી રહી છે.જેને કારણે દરેક ગરબા આયોજકોને લાઉડ સ્પીકરની પરવાનગી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાએ કહ્યું છે કે,ગરબાના આયોજકોએ તેમની તેમજ ગરબાની ડીટેલ લઇને તેમના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોના પીઆઇને મળીને નોંધણી કરાવવાની રહેશે.


Google NewsGoogle News