ભાઇબીજના દિવસે ગુમ થયેલા સગીર યુવકને નવાપુરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
ભાઇબીજના દિવસે ગુમ થયેલા સગીર યુવકને નવાપુરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો 1 - image


Image Source: Freepik

નવાપુરા વિસ્તારની ગોયાગેટ સોસાયટીમાં ગુમ થયેલો સગીર રહેતો હતો

પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ પરિવારનો કિશોર સહી સલાતમ રીતે સોંપાયો 

વડોદરા, તા. 17 નવેમ્બર 2023 શુક્રવાર

નવાપુરા વિસ્તારમાં રહેતો સગીર વયનો કિશોર ભાઇબીજના દિવસે ઘરમાં કોઇને કહ્યા વિના નીકળી ગયા બાદ ઘરે પરત આવ્યો ન હતો. જેથી કિશોરના પિતાએ નવાપુરા પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં સગીરને શોધી કાઢી તેના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશનમાં બોલાવી સહીસલામત રીતે પરત સોંપાયો હતો. 

12 નવેમ્બરના રોજ સૌથી મોટા પર્વ દિવાળીની ઉજવણી વડોદરા નગરજનોએ ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવણી કરી હતી. જેમાં નવા વર્ષના બીજા દિવસે એટલે ભાઇબીજ દિવસના શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા  લાલબાગ ગોયાગેટ સોસાયટીમાં રહેતા રાજુ કરમસિંગ વાઘરીના પુત્ર ઘરેમાં કોઇને કહ્યા વિના નીકળી ગયો હતો.  જેથી રાજુભાઇ સહિત તેના પરિવારના સભ્યોએ આસપાસના વિસ્તારમાં તથા સંબંધીઓને ઘરે પુત્રની શોધખોળ કરવા છતાં મળી આવ્યો ન હતો. રાજુભાઇએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયો હોવાની જાણ કરી હતી. જેથી નવાપુરા પોલીસની ટીમે તાત્કાલિક અસરથી કિશોરથી શોધખોળ કરી હતી. દરમિયાન  નવાપુરા પોલીસના માણસોને મળેલી બાતમીના આધારે ગુમ થયેલા કિશોરને નવાપુરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો અને તેને નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. ત્યારે તેના કિશોરના પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં બોલીવીને તેને સહી સલામત રીતે સોંપવામાં આવ્યો હતો.


Google NewsGoogle News