નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ : પ્રથમ દિવસે ગુજરાતના 10 ખેલાડી ટૂર્નામેન્ટમાંથી આઉટ

પ્રથમ દિવસે અંડર-૧૯ ગર્લ્સ કેટેગરીમાં નિરાશા જોવા મળી, જો કે ગુજરાતની અર્ની પરમાર મિતાલી પુરકારને હરાવીને મેઇન ડ્રોમાં પ્રવેશવામાં સફળ રહી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ : પ્રથમ દિવસે ગુજરાતના 10 ખેલાડી ટૂર્નામેન્ટમાંથી આઉટ 1 - image


વડોદરા : સમા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં યજમાન રાજ્ય ગુજરાતના ખેલાડીઓનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો અને યૂથ અંડર-૧૯ ગર્લ્સ કેટેગરીમાં પ્રથમ દિવસે ૧૦ ખેલાડી આઉટ થઈ ગયા હતા.

જો કે ગુજરાતની અર્ની પરમાર મિતાલી પુરકારને હરાવીને મેઇન ડ્રોમાં પ્રવેશવામાં સફળ રહી હતી. શૈલી પટેલે આકરી મહેનત કરી હતી અને તેના વિભાગમાં નોક આઉટમાં પ્રવેશવા માટેની તકો પેદા કરી હતી. પરંતુ નિર્ણાયક મેચમાં અમૃતા સુભાષ સામે પરાજય થયો હતો.

રિયા જયસ્વાલે ટીટીએફઆઇની અનન્યા મિત્તલ સામે વિજય હાંસલ કર્યો હતો પરંતુ ગૃપ-૧૭ના બીજા રાઉન્ડમાં તેનો પરાજય થયો હતો. કોલકાતાની વટકા ભરત સામે રિયાનો પરાજય થયો હતો. ગુજરાતની મૌબૌની ચેટરજીએ પ્રથમ રાઉન્ડમાં ટીટીએફઆઈની મૌલિશા થાનવીને હરાવી હતી પરંતુ મહત્વના બીજા રાઉન્ડમાં તે મહારાષ્ટ્રની અનન્યા ચાંદે સામે હારી ગઈ હતી.


Google NewsGoogle News