ગોરવામાં 13 કિલો ગાંજો મોકલનાર નાસિકનો સપ્લાયર પકડાયો

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
ગોરવામાં 13 કિલો ગાંજો મોકલનાર નાસિકનો સપ્લાયર પકડાયો 1 - image

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં ત્રણેક મહિના પહેલાં  પકડાયેલા ગાંજાના સપ્લાયરને એસઓજીએ નાસિક નજીકના ગામથી ઝડપી પાડયો છે.

કરોડિયા-ગોરવા રોડ પર એસઓજીએ સ્કૂટર પર જતા બે કેરિયરને ઝડપી પાડી રૃ.૧.૩૦ લાખની કિંમતનો ૧૩ કિલો ગાંજો ઝડપી પાડયો હતો.પોલીસે ટ્રેનમાં ગાંજો લઇ આવનાર વસિમ ચૌહાણ અને ગાંજો લેવા આવેલા કપિલ અગ્રવાલને ઝડપી પાડી કેસકર્યો હતો.

આ બનાવમાં તપાસ દરમિયાન સપ્લાયર તરીકે મો.રમઝાન અબ્દુલ અહદ અન્સારી (માલેગાંવ,નાસિક)નું નામ ખૂલતાં એસઓજીની ટીમે માલેગાંવ જઇ તેને ઝડપી પાડયો છે.


Google NewsGoogle News