Get The App

નર્મદા ડેમ આજે સીઝનમાં પ્રથમવાર ૧૦૦ ટકા ભરાશે

૨૦૧૯ બાદ ડેમ પાંચમી વખત તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી ભરાશે

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
નર્મદા ડેમ આજે સીઝનમાં પ્રથમવાર ૧૦૦ ટકા ભરાશે 1 - image

રાજપીપળા,ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવારે ૧૩૮.૮૮ મીટર સુધી એટલે કે તેની મહત્તમ સપાટી સુધી સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેવડિયા આવી નર્મદા નીરના વધામણાં કરશે. મંગળવારે ડેમ સીઝનમાં પ્રથમ વખત ૧૦૦ ટકા છલોછલ ભરાશે.

હાલ ડેમ છલોછલ ભરાઇ જવાની કગારે આવીને ઉભો છે. નર્મદા નિગમના તમામ અધિકારીઓ નર્મદા ડેમ પર આવી ગયા છે. છેલ્લા ૧૯ કલાકથી ડેમની સપાટી ૧૩૮.૬૧ મીટર જાળવી રાખી છે. ડેમમાં પાણીની સપાટી જાળવવા ૧ દરવાજો ૧.૩૦ મીટર ખુલ્લો રાખ્યો છે. જયાંથી ૧૦,૦૦૦ કયુસેક પાણી વહે છે. એ સિવાય પાવરહાઉસના ટર્બાઇન મારફતે ૪૫,૦૦૦ કયુસેક મળી કુલ ૫૫,૦૦૦ કયુસેક પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ ડેમ પર ગેટ લાગ્યા બાદ ડેમનું લોકાર્પણ કર્યું હતું. ડેમને ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯માં પહેલી વખત ૧૩૮.૬૮ મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. હવે આવતીકાલે ડેમ પાંચમી વખત સંપૂર્ણ ભરાવવાજઇ રહ્યો છે.

 મુખ્યમંત્રી મંગળવારે સવારે કેવડિયા એકતાનગર આવી નર્મદાનીરના વધામણા કરવાની સાથે ૩૧ ઓકટોબરના રોજ યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડનું પણ નિરીક્ષણ કરશે


Google NewsGoogle News