નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો હજી ડેમના પાંચ ગેટ ખુલ્લા છે
સાંજે સપાટી ૧૩૪.૯૭ મીટર નોંધાઈ
રાજપીપળા,સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે સાંજે ડેમની જળ સપાટી ૧૩૪.૯૭ મીટર પર પહોંચી હતી.
ઉપરવાસમાંથી ૫૩૩૯૩ ક્યુસેક પાણીની આવક હાલ ડેમમાં થઈ રહી છે. જો કે અગાઉની સરખામણીએ આવકમાં ઘટાડો નોંધાયો છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. તેનાકરતા હાલ પાણી આશરે ચાર મીટરઓછું છે. જો કે હજી ડેમના ૫ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. હાલ આ પાંચ ગેટ દ્વારા નદીમાં ૧૭૦૦૦ ક્યુસેક પાણી જાય છે રિવર બેડ પાવર હાઉસ મારફતે ૪૩૨૨૬ ક્યુસેક અને કેનાલ હેડ પાવર હાઉસ મારફતે ૨૩૨૯૩ ક્યુસેક પાણી કેનાલમાં જાય છે. ડેમમાંથી કુલ ૮૩૫૧૯ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.