Get The App

શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમર

વડોદરા પોલીસ કમિશનર સુરતના નવા પોલીસ કમિશનર બન્યા

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમર 1 - image

વડોદરા,શહેરમાં ફરીથી પોલીસ કમિશનર તરીકે નિમણૂંક પામેલા અનુપમસિંહ ગહલૌતની બદલી સુરત ખાતે થઇ છે. તેમની જગ્યાએ નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહમા  કોમર આવ્યા છે.

આગામી લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરમાં આઇ.પી.એસ.ની બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે. શહેરમાં ફરીથી  પોલીસ કમિશનર તરીકે આવેલા અનુપમસિંહ ગહલૌતની બદલીની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચાલતી ચર્ચા મુજબ જ અનુપમસિંહ ગહલૌતની બદલી સુરત પોલીસ કમિશનર તરીકે કરવામાં આવી છે. તેમની જગ્યાએ નવા પોલીસ કમિશનર તરીકે  ગાંધીનગર એડિશનલ ડીજીપી ( વહિવટ) નરસિંહા કોમરની શહેરના નવા પોલીસ કમિશનર તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યા છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાનું જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે તથા ડીસીપી લિના પાટિલને એડિશનર પોલીસ કમિશનર તરીકે  પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ, તેઓની બદલી કરવામાં આવી નથી.


Google NewsGoogle News