Get The App

માંજલપુરના ગ્રાઉન્ડમાંથી પકડાયેલા MD ડ્રગ્સના સપ્લાયર,વચેટિયા અને ડિલિવરી લેવા આવનારના નામો ખૂલ્યા

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
માંજલપુરના ગ્રાઉન્ડમાંથી પકડાયેલા MD ડ્રગ્સના સપ્લાયર,વચેટિયા અને ડિલિવરી લેવા આવનારના નામો ખૂલ્યા 1 - image

વડોદરાઃ માંજલપુરના ગરબા ગ્રાઉન્ડમાંથી પોલીસે રૃ.૭.૮૪ લાખની કિંમતના એમડી ડ્રગ્સના સપ્લાયર અને ડિલિવરી લેવા આવનારાના નામો ખૂલતાં પોલીસે તેમની તપાસ હાથ ધરી છે.

માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગ્રાઉન્ડમાં ગઇકાલે ડ્રગ્સની ડિલિવરી અંગેની માહિતી મળતાં એસઓજીની ટીમે શબ્બર હુસેન લિયાકતહુસેન મનસુરી(ઇન્દ્ર કોલોની,જોગાણિયા માતા મંદિર પાસે,વોર્ડ-૨ નજીક,મંદસૌર,મધ્યપ્રદેશ) ને રૃ.૭.૮૪ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મંદસૌરમાં રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે બોડીએ મંદસૌરના સલમાનખાન પાસેથી લઇને આપ્યો હોવાની વિગતો ખૂલી હતી.જ્યારે,વડોદરામાં સીતાબાગ ગ્રાઉન્ડ ખાતે  ભાઉ નામનો શખ્સ ડિલિવરી લેવા આવનાર હોવાનું કહેવાયું હતું.

પરંતુ ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ શબ્બરહુસેન ઝડપાઇ ગયો હતો.જેથી પોલીસે સપ્લાયર,વચેટિયો અને ડિલિવરી લેવા આવનારને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા ડ્રગ્સ કેરિયરને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

ખુલ્લા મેદાનો અને બ્રિજની આસપાસના સ્થળો ડ્રગ્સ માફિયાઓનો અડિંગો

નવલખીરેપ કેસ બાદ મેદાનો પર કેમેરા અને પેટ્રોલિંગની જાહેરાત કરી હતી

વડોદરામાં ખુલ્લા મેદાનો,બ્રિજની આસપાસના વિસ્તારો અને ગાર્ડનની આસપાસના વિસ્તારો ડ્રગ્સ માફિયાઓ માટે પસંદગીના સ્થળ બન્યા છે.

નવલખી કમ્પાઉન્ડમાં સગીરા પર ગેંગરેપની ઘટના બાદ તત્કાલિન પોલીસ કમિશનર દ્વારા ૭૦ જેટલા ખુલ્લા ગ્રાઉન્ડ પર પોલીસની નજર રહે તે માટે સીસીટીવી મૂકવાની જાહેરાત કરાઇ હતી.

જ્યારે,ગ્રાઉન્ડો પર નિયમિત  પેટ્રોલિંગ પણ શરૃ કરાયું હતું.


Google NewsGoogle News