Get The App

મારા કાકા કોર્પોરેટર છે, પોલીસ કંઇ કરી શકશે નહીં

મહિલાને ધમકી આપી હુમલો કરતા માતા પુત્ર સામે ગુનો દાખલ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News

 મારા કાકા કોર્પોરેટર છે, પોલીસ કંઇ કરી શકશે નહીં 1 - imageવડોદરા,તરસાલી વિસ્તારમાં મચ્છી વેચવા માટે નીકળેલી મહિલા પર હુમલો કરનાર માતા, પુત્ર સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે હું ટોપલો લઇને મચ્છી વેચવા માટે નીકળી હતી. તરસાલી રાઠોડિયા વાસની શેરીમાંથી જતી હતી ત્યારે તરસાલી વિસ્તારમાં રહેતા માતા અને  પુત્રે મારી સાથે ઝઘડો કર્યો હતો કે, તમારે આ રસ્તે મચ્છી વેચવા માટે જવાનું નહીં. મને મોંઢા પર તથા પીઠના ભાગે ફેંટો મારી મારો ટોપલો ફેંકી દીધો હતો. ઝપાઝપી દરમિયાન મારા કાનની બુટ્ટી પડી ગઇ હતી.ત્યારબાદ હું મારા દીકરા અને વહુ સાથે હુમલો કરનાર મહિલાના ઘરે સમજાવવા ગયા હતા. તે સમયે તેઓએ ફરીથી ઝઘડો કરી ધમકી આપી હતી કે, મારા કાકા ઘનશ્યામ પટેલ કોર્પોરેટર છે, પોલીસ કંઇ કરી શકશે નહીં. તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મકરપુરા પોલીસે માતા  પુત્ર સામે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News