Get The App

સ્કૂલ પ્રવાસ વખતે અકસ્માતમાં એક હાથ ગુમાવનાર મુસ્કાન શેખે ડોક્ટર બનવાનું સપનું સાકાર કર્યુ

અકસ્માતમાં જમણો હાથ કપાઇ જતા મુસ્કાને ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ કરીને ધો.૮ થી ૧૨ સુધીની પરીક્ષા ઉચ્ચ ગુણ સાથે ઉતિર્ણ કરી

Updated: Mar 10th, 2023


Google NewsGoogle News
સ્કૂલ પ્રવાસ વખતે અકસ્માતમાં એક હાથ ગુમાવનાર મુસ્કાન શેખે ડોક્ટર બનવાનું સપનું સાકાર કર્યુ 1 - image


વડોદરા : પ્રબળ પુરુષાર્થ સાથે આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળે છે, એ વાતની સાબિતી વડોદરાની મુસ્કાન શેખે આપી છે. એક દુર્ઘટનામાં પોતાનો એક હાથ ખોઇ બેઠેલી આ યુવતીએ હિંમત હાર્યા વિના પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો અને આજે તે બરોડા મેડિકલ કોલેજમાં એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

નવ વર્ષ પહેલા મુસ્કાન ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી, ત્યારે સ્કૂલના પ્રવાસ વખતે તેની બસ પલટી મારી ગઇ હતી જેમાં મુસ્કાને જમણો હાથ ગુમાવી દીધો હતો. આટલો મોટો આઘાત છતા મુસ્કાને હિંમત હાર્યા વગર ડાબા હાથે લખવાનો મહાવરો સાધી લીધો અને દીલ લગાવી પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. મુસ્કાનના માતાપિતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે પણ પોતાની પુત્રીને ભણવામાં કાંઇ ઓછું ના આવે તેની તકેદારી રાખી. ૨૦૧૪માં અકસ્માત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મુસ્કાનને ધોરણ ૮ની પરીક્ષા આપવાના હોવાથી ડાબા હાથેથી લખવાનો મહાવરો કેળવવાની શરૃઆત કરી દીધી હતી અને પ્રથમ વખત ડાબા હાથે લખી પરીક્ષા પણ સારી રીતે આપી હતી.મુસ્કાને ધો.૧૦માં ૯૪ ટકા, જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ૮૧ ટકા મેળવ્યા હતા. જે બાદ મેડિકલ શાખામાં પ્રવેશ માટેથી નીટમાં સારા ગુણાંક મેળવી શારીરિક અશક્ત શ્રેણીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી હતી.

 મુસ્કાને હિંમત હાર્યા વિના વિકટ પરિસ્થિતિનો સામનો કરી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હોવાથી કલેક્ટર દ્વારા આજે તેનુ સન્માન કરવામા આવ્યુ હતું


Google NewsGoogle News