પૂર્વ કાેર્પોરેટરના પુત્ર તપનની હત્યા પહેલાં શું બન્યું..વિક્રમ લોહીલુહાણ હાલતમા દોડ્યો,પાછળ બાબર અને ગેંગ હતી
વડોદરાઃ ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર તપનની ઘાતકી હત્યાના બનાવ પહેલાં નાગરવાડા મહેતાવાડી વિસ્તારમાં પણ બાબર પઠાણ તેનો ભાઇ અને સાગરીતોએ મારક હથિયારો વડે વિક્રમ ઉપર ખૂની હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
હરણી મોટનાથ મહાદેવ પાછળ સંસ્કૃતિ એન્કલેવ ખાતે રહેતા ધર્મેશ પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ કાલે રાતે હું મારા મિત્રો દિવ્યાંગ પરમાર,બીટ્ટુ,ધવલ મકવાણા અને મિતેષ પરમાર સાથે નાગરવાડા મહેતાવાડીના નાકે ઉભા હતા ત્યારે ૯.૩૦ વાગ્યાના અરસામાં દિવ્યાંગનો ભાઇ વિક્રમ લોહીથી લથબથ હાલતમાં દોડતો આવ્યો હતો.
વિક્રમે કહ્યું હતું કે,બાબર પઠાણે મને મારી નાંખવા માટે છાતીની નીચેના ભાગે ચપ્પુ માર્યું છે.જેથી દિવ્યાંગ તેને સ્કૂટર પર બેસાડીને હોસ્પિટલ માં લઇ જતો હતો.આ વખતે બાબર હબીબખાન પઠાણ(નાગરવાડા સ્કૂલ નં.૧૦ પાસે)તેના ભાઇ મહેબૂબ હબીબખાન પઠાણ અને સલમાન ઉર્ફે સોનુ હબીબખાન,સાગરીત વસિમ નૂરમહંમદ મનસૂરી (હાથીખાના)તેમજ એઝાઝ અહેમદભાઇ મોપારા(નાગરવાડા,આમલેટની લારીપાસે)દોડી આવ્યા હતા.
ધર્મેશે કહ્યું છે કે,બાબરના હાથમાં ચપ્પુ હતું.વસિમના હાથમાં દંડો હતો અને અન્ય ત્રણ હુમલાખોરોના હાથમાં પથ્થર હતા.અમે વિક્રમને બચાવવાનો પ્રયાસ કરતાં વસિમે મને દંડો ફટકાર્યો હતો.અન્ય હુમલાખોરોએ પથ્થર મારતાં મને ઇજા થઇ હતી.જેથી મારા મિત્રો ત્યાંથી ભાગ્યા હતા.
મેં એસએસજીમાં સારવાર લીધા બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોીલસે પાંચ હુમલાખોરો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
તપનની હત્યા અને વિક્રમની હત્યાના પ્રયાસના બનાવમાં પાંચ આરોપી ઝડપાયા
તપન પરમારની હત્યા તેમજ નાગરવાડામાં વિક્રમની હત્યના પ્રયાસના બનાવમાં પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીને ઝડપી પાડયા છે.જેમના નામો અને ગુનાઇત ભૂતકાળ આ મુજબ છે.
(૧) બાબર હબીબખાન પઠાણ(નાગર વાડા, સ્કૂલ નં.૧૦ પાછળ-બંને ગુનામાં ) (ખંડણી,લૂંટ, આર્મ્સ, રાયોટિંગ, ચોરી, ધમકી,દારૃ,જુગાર, હદપાર,પાસા જેવા ૨૫ થી વધુ ગુના)
(૨) વસિમ નૂરમહંમદ મનસૂરી(હાથી ખાના મહાવત ફળિયું-બંને ગુનામાં અટકાયત)
(૩) શકીલહુસેન એહમદભાઇ શેખ(નાગરવાડા,નવરંગ મહોલ્લો- દારૃની હેરાફેરીમાં વરણામા પોલીસમાં ગુનો)
(૪) એઝાઝહુસેન એહમદભાઇ શેખ (નાગરવાડા,નવરંગ મહોલ્લો-બંને ગુનામાં)
(૫) શબનમ વસિમ નૂરમહંમદ મનસૂરી (હાથી ખાના મહાવત ફળિયા)
- બાબરના ભાઇ મહેબૂબ હબીબખાન પઠાણની પણ વિક્રમ પર થયેલા હુમલાના બનાવમાં સંડોવણી ખૂલી છે અને તેની તપાસ થઇ રહી છે.મહેબૂબ સામે સુરતમાં વર્ષ-૨૦૦૪-૫માં મર્ડર,લૂંટ,ખંડણી,આર્મ્સ જેવા ૨૦ જેટલા ગુના નોંધાયેલા છે.