મ્યુનિ. કોર્પોરેશનના યુનિયનો દ્વારા બોટ દુર્ઘટનામાં ઇજારદાર સામે કાર્યવાહી કરવા માગણી
કોર્પો.ના કોઇ ઇજનેરની સીધી જવાબદારી નથીઃ તમામ જવાબદારી ઇજારદારની તે પ્રમાણે કરાર કરેલા
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઇજનેરને સસ્પેન્ડ તેમજ એકને ટર્મિનેટ કરાયા બાદ ઇજનેરોએ ગઇકાલે તેઓને નોકરીઓમાં પુનઃ ન લેવાય તો હડતાળનું અલ્ટીમેટમ આપ્યુ ંહતું, ત્યારબાદ આજરોજ બીજા ચાર યુનિયનોએ પોલીસ, કોર્પોરેશન અને વગેરે રજૂઆત કરીં ઇજારદાર સામે પગલાં લેવા માગ કરી છે.
વડોદરા મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ, વડોરા મહાનગર પાલિકા એન્જિનિયર્સ એસોસિએશન ધ વીએમસી એમ્પ્લોઇઝ યુનિયન અને નોકરમંડળ દ્વારા કોર્પોરેશનમાં રજુઆત કરાઇ હતી. કર્મચારી મહામંડળના પ્રમુખ દેવમુરારીએ જણાવ્યુ ંહતુ કે હરણી બોટ દુર્ઘટનામાં ઇજારદારની નિષ્કાળજી જણાઇ આવેલી છે. તેની નિષ્કાળજીને કારણે નિર્દોષો ગુમાવેલા છે.
હરણી તળાવ આશરે ૩૦ વર્ષના લીઝ પેટે ઇજારદારને સોંપવામાં આવેલું છે. જેમાં નારિકોને સુવિધા ઉપરાંત બોટીંગ કરાવવું તેમજ આ સુવિધાઓ આપવા દરમ્યાન કોઇપણ પ્રકારની ઇજા, જાનહાનિ કે નુકસાન થાય તો તેની તમામ જવાબદારી ઇજારદારની રહે તે મુજબના કરાર કરવામાં આવેલા છે.
હાલ કોર્પોરેશનમાં આશરે ૨૫ વર્ષ જુના મહેકમ શિડયુલ મુજબ ૪૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. હાલ જૂજ સ્ટાફથી આટલા મોટા વિસ્તારમાં કામગીરી કરવી એ પણ પડકારરુપ છે. હરણી તળાવ ઇજારદારને તમામ જવાબદારી સાથે લીઝ પર આપવામાં આવેલું હોઇ કોર્પોરેશનની કે કોર્પોરેશનના કોઇ કર્મચારી કે ઇજનેરની કોઇપણ પ્રકારની સીધી જવાબદારી રહેતી નથી.
કોર્પોરેશનના છ જેટલા ઇજનેરો પાસે જવાબ માંગવામાં આવેલા છે તેમ બે ઇજનેરો સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. જે જી.પી.એમ.સી. એકટ મુજબ યોગ્ય નથી. જેથી આ કાર્યવાહી રદ કરી બંને ઇજનેરોને પરત લેવા સંપુર્ણ જવાબદારી ઇજારદારની ોવાથી તેની સામે કાર્યવાહી કરવી અને નિર્દોષ કર્મચારી પર કાર્યવાહી નહીં કરવા રજુઆત કરી હતી.