2.94 કરોડના ચેક રિટર્ન કેસમાં મુંબઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને એક વર્ષ જેલની સજા

વડોદરા કોર્ટે સાઇફર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના પુલક દીવાનજીને દોષિત માનીને સજા ઉપરાંત ૨.૯૪ કરોડનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
2.94 કરોડના ચેક રિટર્ન કેસમાં મુંબઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને એક વર્ષ જેલની સજા 1 - image


વડોદરા : એડવોકેટ સાથે ધંધાકીય કરાર કરીને ધંધા પેટે બાકી નીકળતી કરોડો રૃપિયાની રકમ નહી આપનાર મુંબઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે ચાલી રહેલા ચેર રિટર્નના કેસમાં વડોદરા કોર્ટે સી.એ.ને દોષિત માનીને એક વર્ષ જેલની સજા ફટકારી છે.

વડોદરામા દાંડિયા બજાર-લકડી પુલ પાસે શ્રીરામ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા એડવોકેટ-નોટરી જનકભાઇ શાંતિલાલ પંચોલીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ઓગસ્ટ -૨૦૧૧માં સાઇફર સોલ્યુશન પ્રા.લિ.ના ડાયરેક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પુલક પ્રદ્યુમન દીવાનજી (રહે. શ્રીજી પાર્ક સોસાયટી, ચાણક્યપુરી-સમા અને લાનુ વિલા કો.ઓ.હા.સોસાયટી, ટાગોર રોડ, સાંતાક્રુઝ (પશ્ચિમ), મુંબઇ) સાથે ધંધાકીય સમજૂતી-કરાર કરવામાં આવ્યા હતા. પુલક દેશ-વિદેશમાંથી ફાઇનાન્સ લાવી આપવાનું કામ કરે છે. કરાર મુજબ પુલકે જનકભાઇની લીગલ એડવાઇઝર તરીકે નિમણૂંક કરી હતી. દરમિયાન, એક વિન્ડ-મિલ કંપનીને ફાઇનાન્સની જરૃર હોવાથી કંપનીને ફાઇનાન્સની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

આ કામમાં લીગલ એડવાઇઝર તરીકે જનકભાઇના બાકી નીકળતા પૈસા પૈકી રૃ.૨.૪૪ કરોડ અને રૃ. ૫૦ લાખ એમ બે ચેક પુલકે આપ્યા હતા, જે રિટર્ન થતાં વડોદરા કોર્ટમાં ચેક રિટર્નની  ફરિયાદ થઇ હતી, જે સંદર્ભે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એમ.આહિરે પુલકને દોષિત માનીને એક વર્ષની જેલની સજા અને રૃ.૨.૯૪ કરોડનું વળતર જનકભાઇને ૬૦ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે.


Google NewsGoogle News