એમ.એસ.યુનિ.માં પાંચ નવા સર્ટિફિકેટ કોર્સ શરુ કરાશે

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
એમ.એસ.યુનિ.માં પાંચ નવા સર્ટિફિકેટ કોર્સ શરુ કરાશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી દ્વારા પાંચ નવા સર્ટિફિકેટ કોર્સ આગામી દિવસોમાં શરુ કરવામાં આવશે.આ પૈકીના બે કોર્સ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા અને બે કોર્સ અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા શરુ કરાશે.

એમ.એસ.યુનિવર્સિટીમાં ટીચર્સ ડેની ઉજવણી દરમિયાન વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે ઉપરોક્ત જાહેરાત કરી હતી.

મળતી જાણકારી પ્રમાણે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને હ્યુમન રાઈટસ એન્ડ સોશિયલ જસ્ટિસ...એમ બે કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યા છે.જેમાં  કોર્પોરેટ સેકટર દ્વારા થતા સમાજ કલ્યાણના કાર્યો તેમજ સામાજિક ન્યાયના ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા ભજવવા પર ભાર મૂકવામાં આવશે.

ઈન્સ્ટિટયૂટ ઓફ પોલિસી રિસર્ચ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ  અને પબ્લિક પોલિસી એમ બે કોર્સ શરુ કરવામાં આવશે.જ્યારે યુનિવર્સિટીના ઈન્ડિયન નોલેજ સિસ્ટમ હેઠળ ચાણકયના અર્થશાસ્ત્રના સિધ્ધાંતો શીખવાડવા માટેનો એક સર્ટિફિકેટ કોર્સ શરુ થશે.આ પાંચે   કોર્સ  નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયા છે.

યુનિવર્સિટીના પીઆરઓ(ઓએસડી) પ્રો.હિતેશ રાવિયાએ કહ્યું હતું કે, આ તમામ સર્ટિફિકેટ કોર્સ આગામી મહિનાથી લોન્ચ કરવામાં આવશે.



Google NewsGoogle News