વાઈસ ચાન્સેલરનુ ચોંકાવનારુ નિવેદન, હેન્ડબૂકના કેટલાક નિયમો બદલવાની જરુર છે
વડોદરાઃ સંકલન સમિતિના સભ્યો સાથેની વાતચીતમાં વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવે એવુ ચોંકાવનારુ નિવેદન કર્યુ હતુ કે, યુનિવર્સિટીની હેન્ડબૂકના કેટલાક નિયમો જૂના થઈ ગયા છે.આ નિયમો બદલવાની જરુર છે.વાઈસ ચાન્સેલરની આવી વાત સાંભળીને એક તબક્કે તો સંકલન સમિતિના સભ્યો પણ ચોંકી ઉઠયા હતા.કારણકે અત્યાર સુધી યુનિવર્સિટીના કોઈ વાઈસ ચાન્સેલરે આ પ્રકારનુ નિવેદન આપ્યુ નથી.
સાથે સાથે પદવીદાન સમારોહ માટે યુનિવર્સિટીના સેનેટ સભ્યોને કુરતા પાયજામા પહેરવા માટેના ડ્રેસ કોડનુ પણ આ બેઠકમાં વાઈસ ચાન્સેલરે સમર્થન કરતા કહ્યુ હતુ કે, તમને લોકોને ખબર જ નથી કે અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ પદવીદાન સમારોહ માટે ડ્રેસ કોડ હોય છે.હું તો સુધારો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તમે લોકો(સેનેટ સભ્યો) આ વાતને વ્યક્તિગત લઈ રહ્યા છે.