યુજીસી કાર્યવાહી નહીં કરે તો વીસી સામે કોર્ટમાં જવાની ચીમકી

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
યુજીસી કાર્યવાહી  નહીં કરે તો વીસી સામે કોર્ટમાં જવાની ચીમકી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.વિજય શ્રીવાસ્તવ સામે બાંયો ચઢાવનારા એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક પ્રો.સતિશ પાઠકે ફરી એક વખત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રો.જગદીશ કુમારને વાઈસ ચાન્સેલર સામે પત્ર લખ્યો છે.

પ્રો.પાઠકે આ પહેલા ૨૭ સપ્ટેમ્બરે યુજીસી ચેરમેનને પત્ર લખ્યો હતો.જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, યુજીસીના નિયમ પ્રમાણએ વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવ જરુરી છે અને પ્રો.શ્રીવાસ્તવ પાસે માત્ર ૩ વર્ષ અને ૩ મહિનાનો જ અનુભવ છે.

જોકે યુજીસી તરફથી કોઈ જવાબ નહીં મળતા પ્રો.પાઠકે ૧૬ ઓક્ટોબરે ફરી યુજીસી ચેરમેનને પત્ર લખ્યો હતો અને હવે ત્રીજી વખત પત્ર લખીને તેમણે યુજીસી ચેરમેનને પ્રો.શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે.

તેમણે પત્રમાં લખ્યુ છે કે, જો યુજીસી દ્વારા વાઈસ ચાન્સેલરને હટાવવામાં નહીં આવે તો હું આ માટે કોર્ટમાં જઈશ.

ઉલ્લેખનીય છે કે, પ્રો.પાઠકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી છે.જોકે આ બંને જગ્યાએથી પણ પ્રો.પાઠકને કોઈ જવાબ હજી સુધી મળ્યો નથી.પ્રો.પાઠક તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મુદ્દે ખુલ્લો પત્ર લખી ચુકયા છે.



Google NewsGoogle News