Get The App

વિદ્યાર્થીઓને માર્કશીટ માટે એપ્રિલ મહિના સુધી રાહ જોવી પડશે

Updated: Feb 21st, 2023


Google NewsGoogle News
વિદ્યાર્થીઓને માર્કશીટ માટે એપ્રિલ મહિના સુધી રાહ જોવી પડશે 1 - image

વડોદરાઃ ૨૦૨૧-૨૨ના  વર્ષમાં પાસ થનારા વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવવા માટે કોન્વોકેશનની રાહ જોઈ રહ્યા છે.જોકે આ વિદ્યાર્થીઓને હજી સુધી માર્કશીટ મળી નથી અને માર્કશીટ માટે તેમને એપ્રિલ મહિના સુધી રાહ જોવી પડશે.

યુનિવર્સિટી સૂત્રોના કહેવા પ્રમાણે માર્કશીટ ખરીદવા માટે સત્તાધીશોએ પહેલા તો ટેન્ડર મંગાવવાનો નિર્ણય લેવામાં વિલંબ કર્યો હતો.કારણકે માર્કશીટ જેવી સંવેદનશીલ અને ગોપનીય રાખવી પડે તેવી ખરીદી માટે ટેન્ડર મંગાવવાની જાહેરાત કરવી કે નહીં તે અંગે પણ મતભેદો હતો.

 એ પછી જ્યારે ટેન્ડર મંગાવવામાં આવ્યા ત્યારે પહેલી વખત એક પણ એજન્સીએ ટેન્ડર ભરવામાં રસ બતાવ્યો નહોતો.જેના પગલે બીજી વખત ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા કરવી પડી હતી.જેમાં માર્કશીટ ખરીદવા માટે એક એજન્સીને પસંદ કરવામાં આવી હતી.

જોકે આ પ્રક્રિયામાં પણ ૬ મહિનાનો સમય જતો રહ્યો હતો.સૂત્રોનુ કહેવુ છે કે, આવતીકાલથી માર્કશીટનુ પ્રિન્ટિંગ શરુ કરવામાં આવશે.આ  વર્ષના પાસ આઉટ વિદ્યાર્થીઓ ઉપરાંત ગયા વર્ષે એસવાયબીકોમ પાસ કરનારા વિદ્યાર્થીઓની માર્કશીટ પણ આપવાની બાકી છે.આ સંજોગોમાં ૩૦૦૦૦ કરતા વધારે માર્કશીટનુ પ્રિન્ટિંગ કરવાનુ છે.પ્રિન્ટિંગ બાદ માર્કશીટનુ લેમિનેશન અને તેના પર હોલોગ્રામ લગાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને એ પછી ફેકલ્ટીઓને માર્કશીટ વિતરણ માટે મોકલવામાં આવશે.

આમ  વિદ્યાર્થીઓને માર્કશીટ મળતા મળતા એપ્રિલ મહિનો થઈ જશે.જો માર્ચ મહિનામાં કોન્વોકેશન યોજાય તો તેના એક મહિના બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ મળશે. 


Google NewsGoogle News