Get The App

MSUના સંશોધકોને દવા બનાવવા માટે ઉપયોગી કેટેલાઈઝર વિકસાવવા બદલ પેટન્ટ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
MSUના સંશોધકોને દવા બનાવવા માટે ઉપયોગી કેટેલાઈઝર વિકસાવવા બદલ પેટન્ટ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોને દવા બનાવવા માટે વપરાતી પ્રોડકટને ધ્યાનમાં રાખીને વિકસાવેલા કેટલાઈઝર( ઉદ્દીપક)ને ભારત સરકારે પેટન્ટ એનાયત કરી છે.

એપ્લાઈડ કેમેસ્ટ્રી વિભાગના અધ્યાપક ડો.ચેતન  મોદીના માર્ગદર્શન હેઠળ તેમના પીએચડી સ્ટુડન્ટ પ્રતિક લાખાણીએ આ સંશોધન હાથ ધર્યુ હતુ.ડો.મોદી કહે છે કે, ૨૦૨૧માં આ જ પ્રકારનુ કેટલાઈઝર વિકસાવવા માટે બેન્જામિન લિસ્ટ તેમજ ડેવિડ મેકમિલનને કેમેસ્ટ્રીનુ નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યુ હતુ.જેમાંથી પ્રેરણા લઈને અમે ઉપરોક્ત સંશોધન શરુ કર્યુ હતુ.

ડો.મોદીના જણાવ્યા અનુસાર આ કેટેલાઈઝર એલ પ્રોલાઈન આધારિત છે અને તેનો ઉપયોગ એસ આઈસોમર નામની પ્રોડકટ બ નાવવા માટે ઉદ્દીપક તરીકે કરી શકાય છે.આ પ્રોડકટનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થતો હોય છે.એલ પ્રોલાઈન આધારિત કેટેલાઈઝરના કારણે એસ આઈસોમર બનાવવા  માટે થતી રસાયણિક પ્રક્રિયા દરમિયાનનો કન્વઝર્ન રેટ ૧૦૦ ટકા જેટલો છે.આમ ઉદ્યોગો માટે આર્થિક રીતે આ કેટેલાઈઝર ફાયદાકારક પૂરવાર થઈ શકે છે.સંશોધકોના દાવા પ્રમાણે અખતરા દરમિયાન આ કેટેલાઈઝરને સરળતાથી રિસાયકલ પણ કરવામાં આવ્યુ હતુ અને સાત વખત રિસાયકલ કરીને તેનો ઉપયોગ કર્યા બાદ પણ ઝીરો લોસ જોવા મળ્યો હતો.તેની આ ખાસિયતોના કારણે ભારત સરકારે પેટન્ટ એનાયત કરી છે.



Google NewsGoogle News