Get The App

MSUમાં રગશિયા ગાડાની ઝડપે નવી શિક્ષણ નીતિનો અમલ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
MSUમાં રગશિયા ગાડાની ઝડપે  નવી શિક્ષણ નીતિનો અમલ 1 - image

વડોદરાઃ ગત મહિને એકતા નગર( કેવડિયા કોલોની) ખાતે નવી શિક્ષણ નીતિ પર વેસ્ટ ઝોનના તમામ વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેની યજમાની ગુજરાત સરકાર અને એમ.એસ.યુનિવર્સિટીએ કરી હતી. જોકે નવી શિક્ષણ નીતિ પર કોન્ફરન્સનુ આયોજન કરના એમ.એસ.યુનિવર્સિટીમાં જ નવી શિક્ષણ નીતિનો અમલ કરવાનુ કામ રગશિયા ગાડાની જેમ ચાલી રહ્યુ છે.

રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓ કરતા એમ.એસ.યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં ઘણી પાછળ રહી ગઈ છે.ચોંકાવનારી વાત એ છે કે, યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓના બેઠક ન ંબરો જ જનરેટ થયા નથી અને તેના કારણે કેટલીક ફેકલ્ટીઓ તો એવી છે જે નવી શિક્ષણ નીતિ લાગુ કર્યા બાદ એફવાયની ઈન્ટનરલ પરીક્ષા પણ લઈ શકી નથી.કેટલીક ફેકલ્ટીઓએ બેઠક નંબર વગર ઈન્ટરનલ પરીક્ષા લઈ લીધી છે પણ તેમને હવે જો એન્ડ સેમેસ્ટર પરીક્ષા લેવી હોય તો સીટ નંબર જનરેટ થાય તેની રાહ જોયા વગર છુટકો નથી.

સૂત્રોનુ કહેવુ છે કે, નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓની વિષય પસંદગી મહત્વની છે.એક વખત વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં વિષયો પસંદ કરી લે તે પછી તેમની આ જાણકારી યુનિવર્સિટીને મોકલવામાં આવે છે.જેના આધારે વિદ્યાર્થીઓના પરીક્ષા માટેના બેઠક નંબરો જનરેટ થાય છે.બેઠક નંબરોના આધારે ફેકલ્ટી પાસે પણ કયા વિદ્યાર્થીએ કયો વિષય પસંદ કર્યો છે તેનો રેકોર્ડ રહે છે અને વિદ્યાર્થીને ભળતા વિષયની પરીક્ષા આપતા રોકી શકાય છે.

બેઠક નંબરો જનરેટ નહીં થવાની સાથે સાથે હજી દરેક પેપરના કોડ પણ નક્કી થયા નથી.પેપરના કોડ નક્કી ના થાય ત્યાં સુધી પેપર સેટ કરીને એન્ડ સેમેસ્ટર પરીક્ષા લેવાનુ પણ શક્ય નથી.

વિવિધ ફેકલ્ટીઓની શું સ્થિતિ છે

કોમર્સ ફેકલ્ટી નવી  નીતિનો અમલ કરવામાં સૌથી પાછળ છે.એફવાયના વિદ્યાર્થીઓના પેપર સીલેક્શન જ બાકી હોવાથી સીટ નંબર જનરેટ કરવાનો અને પરીક્ષા લેવાનો સવાલ જ ઉભો થતો નથી.

આર્ટસ ફેકલ્ટી એફવાયની ઈન્ટરનલ પરીક્ષા લેવા માટે બેઠક નંબરો જનરેટ થાય તેની રાહ જોઈ રહી છે.બેઠક નંબર પરીક્ષા લેવાના કારણે બાદમાં અંધાધૂધી સર્જાતી હોવાથી સત્તાધીશો બેઠક નંબર સાથે પરીક્ષા લેવા માંગે છે

સાયન્સ ફેકલ્ટીએ બેઠક નંબરો વગર જ એફવાયની ઈન્ટરનલ પરીક્ષા લઈ લીધી છે.

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીએ પોતાની રીતે બેઠક નંબરો જનરેટ કરીને એફવાયની ઈન્ટરનલ પરીક્ષા લઈ લીધી છે.

હોમસાયન્સ ફેકલ્ટીએ પણ ઈન્ટરનલ પરીક્ષા પૂરી કરી લીધી છે અને હવે એન્ડ સેમેસ્ટર પરીક્ષાની તૈયારી શરુ કરી છે

ફાઈન આર્ટસમાં એફવાયની ઈન્ટરનલ પરીક્ષા લેવાની પણ બાકી છે.

સોશિયલ વર્ક ફેકલ્ટીએ પણ બેઠક નંબર વગર ઈન્ટરનલ પરીક્ષાનુ તાજેતરમાં આયોજન કર્યુ હતુ.

એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં એફવાયની ઈન્ટરનલ પરીક્ષા લેવાઈ ચુકી છે અને હવે એન્ડ સેમેસ્ટર પરીક્ષા પણ લેવાશે.



Google NewsGoogle News