Get The App

યુનિ.ના સ્થાપના દિવસ નિમિત્તે ઈ-પ્રમાણપત્ર પોર્ટલ અને વિશેષ લોગો લોન્ચ કરાયો

Updated: Apr 30th, 2023


Google NewsGoogle News
યુનિ.ના સ્થાપના દિવસ નિમિત્તે ઈ-પ્રમાણપત્ર પોર્ટલ અને વિશેષ લોગો લોન્ચ કરાયો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના આજે સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ માટેની ઈ પ્રમાણપત્ર પોર્ટલ વાઈસ ચાન્સેલર પ્રો.વિજય શ્રીવાસ્તવના હસ્તે લોન્ચ કરાયુ હતુ.

આ પોર્ટલ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરે બનાવ્યુ છે.જેના થકી વિદ્યાર્થીઓ ડુપ્લિકેટ માર્કશીટ, ડુપ્લિકેટ ડિગ્રી, માઈગ્રેશન સર્ટિફિકેટ, કેરેકટર સર્ટિફિકેટ , ટ્રાન્સક્રિપ્ટ જેવા દસ્તાવેજો માટે ઓનલાઈન એપ્લાય કરી શકશે અને તેના માટેની ફી પણ ઓનલાઈન ભરી શકશે. વિદ્યાર્થીઓ એપ્લાય કર્યા બાદ પોતાની અરજીનુ સ્ટેટસ પણ ચેક કરી શકશે.એ પછી તેમને પોર્ટલ પર જ સર્ટિફિકેટ લઈ જવા માટેની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે.આમ વિદ્યાર્થીને અત્યારે અલગ અલગ પ્રકારના પ્રમાણપત્રો મેળવવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ અને વિવિધ ફેકલ્ટીઓમાં ત્રણ થી ચાર ધક્કા ખાવા પડે છે તે બચી જશે.જોકે આ પોર્ટલને   વિદ્યાર્થીઓ માટે કાર્યરત કરતા પહેલા  તેને ઓપરેટ કરવા માટે અધ્યાપકો અને કર્મચારીઓને તાલીમ આપવાની જરુર પડશે.

યુનિવર્સિટીએ આજે ૭૪ વર્ષ પૂરા કરીને ૭૫મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.આમ આખુ વર્ષ યુનિવર્સિટીની સ્થાપનાના અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે.આ માટેનો વિશેષ લોગો પણ વાઈસ ચાન્સેલર દ્વારા આજે લોન્ચ કરવામાં આવ્યો હતો.લોગો ડિઝાઈન કરવા માટે સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ અને તેમાં પોલીટેકનિકમાં સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા કિશન ભરવાડના લોગોની પસંદગી થઈ છે.સમગ્ર વર્ષ દરમિયાન ૭૫ વર્ષની ઉજવણીના કાર્યક્રમોમાં આ લોગોનો ઉપયોગ કરવામાં આવશે.



Google NewsGoogle News