MSUમાં પદવીદાન સમારોહની તારીખ જાહેર થઈ પણ ચીફ ગેસ્ટ અંગેનું સસ્પેન્સ યથાવત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આખરે યુનિવર્સિટીના ૭૨મા પદવીદાન સમારોહની તારીખની જાહેરાત કરી છે.જોકે પદવીદાન સમારોહમાં હાજર રહેનારા મુખ્ય મહેમાનના નામ પર સસ્પેન્સ યથાવત છે.
યુનિવર્સિટીએ કરેલી જાહેરાત અનુસાર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ચાર ફેબુ્રઆરીએ હેડ ઓફિસની પાછળ આવેલા કોન્વોકેશન મેદાન ખાતે સવારે નવ વાગ્યાથી યોજાશે.આ સમારોહમાં ૧૩૪૮૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે.જેમાં ૯૯૮૨ વિદ્યાર્થીઓને સ્નાતક તેમજ ૨૯૧૪ વિદ્યાર્થીઓને અનુ સ્નાતક ડિગ્રી મળશે.જ્યારે ૫૮૪ વિદ્યાર્થીઓને પીજી ડિપ્લોમા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.
સામાન્ય રીતે યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહની તારીખની સાથે સાથે સમારોહમાં હાજર રહીને દીક્ષાંત પ્રવચન આપનારા મુખ્ય અતિથિનુ નામ પણ જાહેર કરવામાં આવતુ હોય છે.જોકે સત્તાધીશોએ પહેલી વખત ચીફ ગેસ્ટનુ નામ જાહેર નહીં કરીને યુનિવર્સિટીની વણલખી પરંપરા પણ તોડી છે અને તેના કારણે યુનિવર્સિટીના અધ્યાપકોમાં પણ આશ્ચર્ય સર્જાયુ છે.સત્તાધીશો એવા કયા મહાનુભાવને બોલાવવા માંગે છે જેમનુ નામ જાહેર ના થઈ શકે તેને લઈને પણ અટકળો થઈ રહી છે.યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પહેલા વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ દ્વારા યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓને ૨૯ જાન્યુઆરીથી ફેકલ્ટી સ્તરે સ્કાર્ફનુ વિતરણ શરુ કરવાની સૂચના અપાઈ છે.સાથે સાથે તા.૪ ફેબુ્રઆરીના દિવસથી જ ફેકલ્ટીઓ દ્વારા ડિગ્રીનુ વિતરણ પણ શરુ કરી દેવામાં આવશે તેવુ નક્કી થયુ છે.વિતરણ કેવી રીતે થશે તેની જાણકારી દરેક ફેકલ્ટીના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવશે.
અભ્યાસમાં