Get The App

એડમિશન આપ્યા બાદ હવે ધો.૧૨માં નાપાસ વિદ્યાર્થિનીને કોમર્સ ફેકલ્ટી ફી પરત કરશે

Updated: Jan 22nd, 2023


Google News
Google News
એડમિશન આપ્યા બાદ હવે ધો.૧૨માં નાપાસ વિદ્યાર્થિનીને કોમર્સ ફેકલ્ટી ફી પરત કરશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવસટીની કોમર્સ ફેકલ્ટીમાં ધો.૧૨માં ગયા વર્ષે નાપાસ થયેલી એક વિદ્યાથનીની એફવાય માટે ફી સ્વીકારી લેવાઈ હોવાની ઘટના સપાટી પર આવી છે.આ ઘટના અંગે ભારે ઉહાપોહ થયો છે.ફેકલ્ટી સત્તાધીશોએ વિદ્યાર્થિનીને ફી પરત આપવાનુ નક્કી કર્યુ છે.

 ગયા વર્ષે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થિનીએ ૬૨૫૦ રુપિયા ફી ભરી હતી. આઠ મહિના સુધી વિદ્યાર્થિની એમ સમજતી રહી હતી કે તેનુ એડમિશન થઈ ગયુ છે.જોકે વિદ્યાર્થિની નાપાસ હોવાના કારણે તેની ફી પાછી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ધો.૧૨માં નાપાસ થયેલી વિદ્યાર્થિનીએ ગત વર્ષે એફવાયની પ્રવેશ  કાર્યવાહી દરમિયાન પરીક્ષા ફોર્મ ભર્યુ હતુ અન માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ  ઓનલાઈન અપલોડ કર્યા હતા.વિદ્યાર્થિની કોમ્પ્યુટર વિષયમાં નાપાસ હતી અને તેણે તેની  પૂરક પરીક્ષા આપવાની હતી.પણ આશ્ચર્યની વાત એ હતી કે,વિદ્યાર્થિનીને ફી ભરવાનો વિકલ્પ અપાયો હતો.

એફવાયની પરીક્ષા પહેલા  પીઆરએન નંબર જનરેટ નહીં થયો હોવાથી તે ગઈકાલે ફેકલ્ટીમાં  પહોંચી હતી અને તે વખત આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.સૂત્રોનુ કહેવુ છે કે, ડોક્યુમેન્ટની ચકાસણી વખતે ચૂક થઈ હોવાથી વિદ્યાર્થિનીને ફી ભરવાનો વિકલ્પ આપી દેવાયો હતો. એ પછી વિદ્યાર્થીઓને પીઆરએન નંબર આપતી વખતે ફરી ડોક્યુમેન્ટની ચકાસણી થઈ હતી અને તે દરમિયાન વિદ્યાર્થિની નાપાસ હોવાનુ ધ્યાનમાં આવ્યુ હતુ.દરમિયાન કોમર્સ ફેકલ્ટીના ડીને કહ્યુ હતુ કે વિદ્યાથનીને જે તે સમયે પ્રોવિઝનલ એટલે કે શરતી એડમિશન અપાયુ હતુ. તમામ વિદ્યાર્થીઓનો પીઆરએન નંબર જનરેટ ના થાય ત્યાં સુધી તેમનુ એડમિશન પ્રોવિઝનલ જ કહેવાતુ હોય છે.તેની પાસે પાસ થયાની માર્કશીટ એક મહિના પહેલા માંગવામાં આવી હતી..તેણે માર્કશીટ જમા નહીં કરાવતા તેનુ ફાઈનલ એડમિશન થયુ નથી.


Tags :