Get The App

108 વિલંબથી પહોંચતા માતાનું નિધન થયાના પુત્રનો આક્ષેપ

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
108 વિલંબથી પહોંચતા માતાનું નિધન થયાના પુત્રનો આક્ષેપ 1 - image


વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ માં અવારનવાર વાદવિવાદની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજરોજ 108 એમ્બ્યુલન્સ વિલંબથી પહોંચવાના કારણે માતાનું નિધન થયું હોવાના આક્ષેપ સાથે પુત્રએ સયાજી હોસ્પિટલમાં ભારે આક્રંદ વ્યક્ત કર્યો હતો. શહેરના ભૂતડી  ઝાંપા વિસ્તારમાં આવેલ રામદેવપીરની ચાલી ખાતે રહેતા   અંદાજે 65 વર્ષથી લક્ષ્મીબેન દેવજીભાઈ ખુમાણ ને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક સાંધ્યો હતો. જોકે સમયસર એમ્બ્યુલન્સ ન પહોંચતા તેઓ રિક્ષામાં માતાને લઈ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ જવા નીકળ્યા હતા. જોકે સયાજી હોસ્પિટલ પહોંચતા તબીબે  તેમને મૃત જાહેર કર્યા હતા. તો બીજી તરફ 108 એમ્બ્યુલન્સ તરફથી સમયસર પહોંચવાના સ્થાને જરૂરી વિગતો મેળવવા માટે પરિવાર અને સ્થળ બાબતે સવાલો કરતા પુત્રએ માતાના નિધનને પગલે નારજગી વ્યક્ત કરી હતી. અને અન્ય કોઈ સાથે આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું.


Google NewsGoogle News