પુત્રવધૂ પર હુમલો કરી ધમકી આપતા સાસુ - સસરા
તારા પતિની સારવારમાં દેવું થઇ ગયું છે, તેમ કહી હેરાનગતિ
વડોદરા,દુકાનના વકરા બાબતે તકરાર થતા વિધવા પુત્રવધૂએ સાસુ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ અગાઉ પુત્રવધૂએ પણ સાસુ, સસરા સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજ મહેલ રોડ નહેરુ ભવન પાછળ મહાવીર કોલોનીમાં રહેતા યામિનીબેન શાહે ગત તા.૪થીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પતિનું બીમારીથી મોત થયા પછી મારા સાસુ અવંતિકાબેન અને સસરા ગિરીશભાઇ મને અવાર - નવાર જણાવતા હતા કે,તારા પતિની સારવાર કરાવવામાં દેવું થઇ ગયું છે. તું અહીંયાથી જતી રહે. ગત તા.૨જીએ મારા સાસુએ ઘરકામ બાબતે મારા સાથે તકરાર કરી ગળું પકડી માર માર્યો હતો. મારા પતિની મિલકતમાં મને ભાગ આપવો ના પડે તે માટે તેઓ મને કાઢી મૂકવા માટે હેરાન કરે છે.