Get The App

ગોરવા વિસ્તારમાં માતા દીકરીને બાઇક સવારે અડફેટે લેતા માતાનું મોત

રિક્ષામાંથી ઉતરીને રોડ ઓળંગતા હતા તે સમયે જ બાઇક સવારે ટક્કર મારી

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
ગોરવા વિસ્તારમાં   માતા દીકરીને બાઇક સવારે અડફેટે લેતા માતાનું મોત 1 - image

 વડોદરા,ગોરવા સી કે  પ્રજાપતિ સ્કૂલ  પાસે રોડ ઓળંગતા માતા દીકરીને એક બાઇક સવારે અડફેટે લેતા માતાનું મોત થયું છે. જે અંગે ગોરવા  પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગોરવા વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા સપનાબેન હરિશભાઇ સતપાલ ગોરવા બી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં નોકરી કરે છે. તેમના માતા આશાબેન પ્રતાપભાઇ મહાજન છેલ્લા બે વર્ષથી તેમની સાથે  રહે છે. ગત તા.૮મી એ સાંજે સાત વાગ્યે સપનાબેન તેમના માસાના ઘરે ધાર્મિક  પ્રસંગે માતાને લઇને ગયા હતા.રાતે તેઓ પ્રસંગમાંથી ઘરે  પરત આવતા હતા. રિક્ષામાં બેસીને તેઓ સી.કે. પ્રજાપતિ સ્કૂલ પાસે ઉતર્યા હતા. અને  રોડ ઓળંગતા હતા. તે દરમિયાન ગોરવા  પોલીસ સ્ટેશન તરફથી એક બાઇક સવાર પૂરઝડપે આવ્યો હતો અને માતા દીકરીને અડફેટે લીધા હતા. આશાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે સપનાબેનને  પગ તથા હાથ પર ઇજા થઇ હતી. આશાબેનને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું આજે મોત નિપજ્યું હતું.


Google NewsGoogle News