Get The App

સનફાર્મા રોડના શ્યામલ એન્કલેવમાં લિફ્ટમાં ફસાયેલા માતા-પુત્રનો બચાવ

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
સનફાર્મા રોડના શ્યામલ એન્કલેવમાં લિફ્ટમાં ફસાયેલા માતા-પુત્રનો બચાવ 1 - image
symbolic
વડોદરાઃ સનફાર્મા રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં ગઇરાતે લિફ્ટમાં ફસાયેલા માતા-પુત્રને એક કલાકની જહેમત  બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ,શ્યામલ એન્ક્લેવમાં લિફ્ટ ખોટકાતાં તેમાં એક મહિલા અને તેનો પુત્ર ફસાયા હતા.આખરે તેમને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

સામાન્ય રીતે લિફ્ટનો દરવાજો ખોલી નાંખવામાં આવતો હોય છે.પરંતુ ગઇરાતે બનેલા બનાવમાં દરવાજો નહિ ખૂલતાં તેને કાપવો પડયો હતો.


Google NewsGoogle News