શહેરમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદાં 50 થી વધુ વૃક્ષો ધરાશાયીઃ સ્કૂલ પાસે કાર દબાઇ

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
શહેરમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદાં 50 થી વધુ વૃક્ષો ધરાશાયીઃ સ્કૂલ પાસે કાર દબાઇ 1 - image

વડોદરાઃ શહેરમાં ગઇકાલે સાંજે તૂટી પડેલા વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા..

ફાયર બ્રિગેડને જુદાજુદા વિસ્તારોમાંથી ૫૦ જેટલા કોલ્સ મળ્યા હતા.જે પૈકી નડતર રૃપ વૃક્ષોને કાપીને ખસેડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

મકરપુરા વિસ્તારમાં લાલબહાદૂર સ્કૂલ પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં નીચે કાર દબાઇ હતી.જ્યારે,કમ્પાઉન્ડ વોલને પણ નુકસાન થયું હતું.આ ઉપરાંત વીજ વાયરો પણ તૂટયા હતા.આજે પણ કેટલાક સ્થળોએ કામગીરી ચાલુ રાખવી પડી હતી.



Google NewsGoogle News