Get The App

રેશનકાર્ડના ઇ-કેવાયસીની ૬૫ ટકાથી વધુ કામગીરી હજુ બાકી

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
રેશનકાર્ડના ઇ-કેવાયસીની ૬૫ ટકાથી વધુ કામગીરી હજુ બાકી 1 - image


ઇ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો ભવિષ્યમાં લાભ નહીં મળે

સર્વરના પ્રશ્નોને પગલે જિલ્લામાં કુલ ૩.૧૮ કાર્ડની સામે ૧.૦૫ લાખ રેશનકાર્ડનું ઇ-કેવાયસી થયું : તાલુકા-ગ્રામ્યકક્ષાએ કેમ્પનું આયોજન

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના રેશનકાર્ડધારકોને તેમના રેશનકાર્ડ એક્ટિવ રાખવા માટે અને રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ લેવા માટે તમામ રેશનકાર્ડ ઘારકોને પોતાનું રેશનકાર્ડનું ઇ-કેવાયી કરાવવું આવશ્યક છે ત્યારે ગામે ગામ હાલ રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરવા માટેની કામગીરી ચાલી રહી છે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કેમ્પો પણ કરવામાં આવી રહ્યા છે તેમ છતા સર્વર સહિતના વિવિધ પ્રશ્નોને પગલે જિલ્લામાં હજુ ૬૫ ટકા જેટલી કામગીરી બાકી છે.

સરકારની સૂચના મુજબ ગાંધીનગર જિલ્લામાં એનએફએસએ, નોન એનએફએસએ, એપીએલ- ૧ અને ૨, બીપીએલ કે અત્યોદય હોય તેવા તમામ રેશનકાર્ડઘારકોએ પોતાના રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું આવશ્યક છે. જે રેશનકાર્ડ ઘારકોને હજુ ઇ-કેવાયસી કરાવવાનું બાકી છે, તેવા રેશનકાર્ડ ઘારકોએ પોતાના કાર્ડનું ઇ-કેવાયસી કરાવવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.હાલમાં તથા ભવિષ્યમાં મળનારી સરકારી યોજનાના લાભ અને સુવિધાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું ફરજીયાત છે તેવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં કુલ ૩.૧૮ લાખ રેશનકાર્ડની સામે ૧.૦૫ લાખ રેશનકાર્ડનું જ ઇ-કેવાયસી થયું છે.

ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ઇ-કેવાયસીની કામગીરી ઘણા વખતથી શરૃ કરી દેવામાં આવી હોવા છતા જિલ્લામાં ફક્ત ૩૦થી ૩૩ ટકા જેટલી જ કામગીરી થઇ શકી છે જો કે, સર્વર ડાઉન સહિતની ટેકનીકલ ખામીઓને કારણે ગાંધીનગર જિલ્લામાં ૬૫ ટકા જેટલી કામગીરી પેન્ડીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે.આ પેન્ડન્સી દૂર કરવા માટે હવે પુરવઠા તંત્ર દ્વારા તાલુકાકક્ષાએ તથા ગ્રામ્યકક્ષાએ વિવિધ જગ્યાએ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યો છે જેને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.


Google NewsGoogle News