Get The App

શિક્ષણ વિભાગનો પ્લેસમેન્ટ ફેર યોજાયો : 600 થી વધુ વિધાર્થીઓને મળી નોકરી

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
શિક્ષણ વિભાગનો પ્લેસમેન્ટ ફેર યોજાયો : 600 થી વધુ વિધાર્થીઓને મળી નોકરી 1 - image

image : Freepik

વડોદરા,તા.09 માર્ચ 2024,શનિવાર

રાજ્યના શિક્ષણ વિભાગનો પ્લેસમેંન્ટ ફેર 2024 વિધાર્થીઓના ટેકનિકલ નોલેજ પરફોર્મંન્સ અબિલિટીથી 600 થી વધુને જોબ ઓફર થઈ જેમાં 1600 જેટલા વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ.

રાજ્યના શિક્ષણ વિભાગનો પ્લેસમેન્ટ ફેરમાં 600 થી વધુ વિધાર્થીઓને બેન્કિંગ, હેલ્થ, ઈન્સુરન્સ, ફાઇનાન્સ, સર્વિસ રિટેલ અને માર્કેટિંગ સેક્ટરની 18 થી વધુ કંપનીઓએ વિવિધ 1000 થી વધુ પોસ્ટ માટે વાર્ષિક 1.8 લાખથી 9 લાખ સુધીની જોબ ઓફર કરી છે. આ વખતના પ્લેસમેન્ટ ફેરની વિશેષતાએ રહી કે જે તે જોબ માટેની શૈક્ષણિક લાયકતા કરતા ટેકનિકલ-પ્રેક્ટિકલ નોલેજ પર વિશેષ ભાર મૂકીને પસંદગી કરાઈ હતી. રાજ્યના શિક્ષણ વિભાગ કેસીજી (નોલેજ કોન્સોર્ટિમ ઓફ ગુજરાત) દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં કૉમેર્સ ફેકલ્ટીના યજમાન પદે ઝોન 3 નોડ 1 પ્લેસમેન્ટ ફેર આયોજિત કરાયો હતો. 

આ રોજગાર લક્ષી કાર્યક્રમમા મ.સ.યુનિવર્સિટી નોડલ સેંટર હતી. જેમા 12 કોલેજોનો સમાવેશ હતો. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બી.બી.એ, એમ.બી.એ કોલેજોમાં ફાઈનલ યરમાં અભ્યાસ કરતા 1600 થી વધુ જેટલા વિધાર્થીઓએ ફેરમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જે પૈકી 733 વિધાર્થી જોબ ફેરમાં હાજર હતા. વિવિધ ક્ષેત્ર જેમ કે બેંકિંગ, હેલ્થ, ઈંસ્યુરંસ, ફાઈનાંસ, સર્વિસ, રીટેઈલ, મર્કેટીગ સેક્ટરમાં કુલ મળીને 1119 ઇન્ટરવ્યુ થયા. 670 ને જોબ માટે શોર્ટલિસ્ટ કરવામા આવ્યા. પ્લેસમેંટ સ્થળે હાજર કમ્પનીના અધિકારીઓએ વિધાર્થી ઓ યોગ્યતા સહીતના પાસાઓની ચકાસણી કરીને જોબ ઓફર કરી હતી.



Google NewsGoogle News