Get The App

વાવાઝોડામાં 200 થી વધુ વૃક્ષો ધરાશાયી,3 ને ઇજાઃઅનેક વાહનો,વીજ પોલ,હોર્ડિંગ્સ ધરાશાયી

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
વાવાઝોડામાં 200 થી વધુ વૃક્ષો ધરાશાયી,3 ને ઇજાઃઅનેક વાહનો,વીજ પોલ,હોર્ડિંગ્સ ધરાશાયી 1 - image

વડોદરાઃ વડોદરામાં વાવાઝોડા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ ઝાડ પડવાથી ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચી છે.

સાંજે એકાએક ચારે બાજુ વાદળો ઘેરાઇ જતાં અંધારું થઇ ગયું હતું અને પ્રચંડ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને રાહદારીઓએ નાસભાગ કરી મૂકી હતી અને તેને કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.

વાવાઝોડાને કારણે ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાના ફાયર બ્રિગેડને સતત કોલ્સ મળી રહ્યા હતા.પ્રાથમિક વિગતો મુજબ જુદા જુદા વિસ્તારોમાં ૨૦૦ થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે.જ્યારે ત્રણ વ્યક્તિઓ દબાઇ જવાથી ઘાયલ થયાની માહિતી મળી છે.

સલાટવાડા પાસે તોતીંગ વૃક્ષ તૂટી પડતાં દાંડિયાબજાર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બે જણાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી પણ એક વ્યક્તિ દબાયેલી હોવાની આશંકાને કારણે ઝાડ કાપીને તેને શોધવાની કામગીરી રાતે સાડા નવ વાગ્યા સુધી ચાલુ રહી હતી.વાવાઝોડાને કારણે અનેક સ્થળે ઇલેકટ્રિક પોલ,તાર તેમજ હોર્ડિંગ્સ તૂટી પડયા છે.જ્યારે વાહનોને પણ નુકસાન થયું છે.


Google NewsGoogle News