વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની ૧૬૨ જગ્યા માટે ૧૮ હજારથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી

૩૬૫૨૩ ઉમેદવારોએ અરજી કરી હતી પરંતુ પરીક્ષામાં ૫૦ ટકા જેટલી હાજરી રહી

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની  ૧૬૨ જગ્યા માટે ૧૮ હજારથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં સરકારની ૧૦૦ ટકા ગ્રાન્ટ આધારિત વિવિધ સંવર્ગની ૧૬૨ જગ્યા ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આજરોજ લેવાઇ હતી. 

આશરે ૩૬૫૨૩ ઉમેદવારોમાંથી ૧૮૩૦૦એ ૧૨૩ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપી હતી, આશરે ૫૦ ટકા હાજરી રહી હતી. પરીક્ષા બપોરે ૧૨ થી ૧.૩૦ વાગ્યા સુધી ઓએમઆર પધ્ધતિથી લેવાઇ હતી.

જે ૧૬૨ જગ્યા ભરવાની છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારના ભરતીના નિયમો મુજબ ૩૬ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ૩૫ ફીમેલ હેલ્થ વર્કરની ૧૦૦ ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે. ૧૦ મેડિકલ ઓફિસર (વર્ગ-૨), ૨ એક્સરે ટેકનીશીયન,  ૨૪ લેબ ટેકનીશીયન, ૨૦ ફાર્માસિસ્ટ અને ૩૫ સ્ટાફ નર્સ મળી ૧૦૧ની પણ ૧૦૦ ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે.

 ૧૬૨ જગ્યા માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ-૩ની ૩૬ જગ્યા માટે ૧૨૦૦૬ અરજીઓ મળી હતી. સ્ટાફ નર્સ વર્ગ-૩ની ૩૫ જગ્યા ઉપર ૧૦,૦૨૧ અરજીઓ મળી હતી. જ્યારે લેબ ટેકનીશીયન વર્ગ-૩ની ૨૪ જગ્યા માટે ૫૦૦૦ અરજીઓ આવી હતી. ફીમેલ હેલ્થ વર્ગ-૩ની ૩૫ જગ્યા પર ૫૯૪૩, ફાર્માસિસ્ટ વર્ગ-૩ ની ૨૦ જગ્યા ઉપર ૨૬૦૩ અરજી મળી હતી.



Google NewsGoogle News