વડોદરામાં આજવા રોડ વિસ્તારના ગેરકાયદે 10થી વધુ ઢોરવાડાનો સફાયો : તું તું મેં મેં થયા બાદ મામલો શાંત
image : Filephoto
Vadodara News : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કમલા નગર તળાવ આસપાસ ગૌપાલકો દ્વારા ગેરકાયદે બનાવેલા 10 જેટલા ઢોરવાડાનો પાલિકાની દબાણ શાખાએ સફાયો કર્યો હતો. ત્યારે કેટલાક ગૌપાલકોને પાલિકાની ટીમ સાથે તું તું મેં મેં થયું હતું. પરંતુ પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી મામલો થાળી પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાંથી 30 જેટલા ગેરકાયદે ઢોર વાડાનો પાલિકા તંત્ર દ્વારા સફાયો કરાયો હતો. દરમિયાન કમલાનગર તળાવ આસપાસ પણ 10 જેટલા ગેરકાયદે ઢોરવાડામાં પશુઓ રખાતા હોવાથી બદબુ અને મચ્છરોના ત્રાસથી સ્થાનિક રહીશો હેરાન-પરેશાન થઈ રહ્યા હતા. આ અંગે પાલિકા તંત્રને ફરિયાદો મળી હતી. આ તમામ ઢોરવાડા પૈકીના કેટલાક ઢોરવાડામાં લાઈટ પાણી ડ્રેનેજ લાઈન પણ શરૂ કરાઇ હતી.
પરિણામે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સાથે ઘટના સ્થળે ત્રાટકીને તમામ ગેરકાયદે ઢોરવાડાનો સફાયો કર્યો હતો.