રૃા.૧.૧૦ કરોડના ખર્ચે શહેરના વધુ ૧૫ સ્કલ્પચર્સનું રિસ્ટોરેશન

રિસ્ટોરેશન બાદ પ્રતિમાઓને ૧૦ વર્ષ કશુ ન થાય ઃ નિયમિત સફાઇ માટે કોર્પો.ના સ્ટાફને તાલીમ અપાશે

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
રૃા.૧.૧૦ કરોડના ખર્ચે શહેરના વધુ ૧૫ સ્કલ્પચર્સનું રિસ્ટોરેશન 1 - image

વડોદરા, તા.13 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં આશરે ૨૯ લાખના ખર્ચે કાલાઘોડા પ્રિન્સ પ્રતાપસિંહરાવ અને કમાટીબાગમાં શિવાજીરાવની પ્રતિમાનું રિસ્ટોરેશન કાર્ય કર્યું છે. જેમાં કાલાઘોડાનું અને ફતેહસિંહરાવની પ્રતિમાનું ગયા મહિને જ રિસ્ટોરેશન બાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે, હવે બીજી ૧૫ પ્રતિમાઓનું રિસ્ટોરેશન ૧.૧૦ કરોડના ખર્ચે થશે.

ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ સંસ્થા, સેન્ટર ફોર ધ આર્ટસ અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રિસ્ટોરેશનની વૈજ્ઞાાનિક ઢબે કામગીરી કરી હતી. વાતાવરણ અને એજિંગ પ્રોસેસ થવાને લીધે વર્ષો જૂની આ પ્રતિમાઓને અસર થતા તેના પર લીલ બાઝી જાય છે. જોકે દરેક પ્રતિમાને અસર થવાના અને નુકસાન થવાના કારણો અલગ-અલગ હોય છે. આમ છતાં રિસ્ટોરેશન બાદ તેનું નિયમિત મેન્ટેનન્સ કરવું જરૃરી બની જાય છે. હવે વડોદરા કોર્પોરેશન બીજી ૧૫ પ્રતિમાઓનું રિસ્ટોરેશન કાર્ય કરવાનું છે અને આ માટે ઇન્દિરા ગાંધી  નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ સંસ્થાએ આશરે ૧.૧૦ કરોડનો અંદાજ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ખર્ચનો અંદાજ પ્રતિમાની સ્થિતિનું ઉપરછલ્લુ નિરીક્ષણ બાદ અપાયો છે.  ૧૫માંથી ૧૧ પ્રતિમા મેટલની છે જ્યારે પાંચ કાસ્ટ આર્યનની છે. જે મેટલની પ્રતિમા છે, તેમાં મહાત્મા ગાંધી, ભગતસિંહ, ભગવાન બુધ્ધ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝનો સમાવેશ થાય છે જેનો રિસ્ટોરેશનનો અંદાજિત ખર્ચ આઠ-આઠ લાખ થશે. પ્રતાપરાવ, સયાજીરાવ ગાયકવાડ (અલકાપુરી) અને સરદાર પટેલની પ્રતિમા (પ્લેનેટેરિયમ) પણ મેટલની છે, તેનો ખર્ચ ત્રણ-ત્રણ લાખ થશે. હિરકબાગ (રેલવે સ્ટેશન) સ્થિત મેટલની સયાજીરાવની પ્રતિમાનો રિસ્ટોરેશનનો ખર્ચ ૧૫ લાખ અંદાજાયો છે. ધારી-અમરેલીના બહાદુર બાળકની કમાટીબાગ  સ્થિત પ્રતિમા મેટલની છે, તેનો ખર્ચ પાંચ લાખ થશે. કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ સ્થિત ચાર પ્રતિમા, કાસ્ટ આર્યનની છે. જેનો પાંચ-પાંચ લાખ ખર્ચ થશે.

રિસ્ટોરેશન બાદ ૧૦ વર્ષ સુધીની આવરદા રહેશે. રિસ્ટોરેશન બાદ ૩ વર્ષ સુધી કોઇપણ ચાર્જ વગર સંસ્થા રેગ્યુલર મોનિટરીંગ કરશે. સ્કલ્પચર બ્રોન્ઝ મેટલના હોઇ રેગ્યુલર ક્લિનીંગ જરૃરી છે, જેથી તેઓની કાર્યપધ્ધતિ મુજબ કોર્પો.ના સ્ટાફને તાલીમબધ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત રિસ્ટોરેશન પછી નિયમિત સફાઇ જો સંસ્થા કરાવવુ હોય તો તેઓ દ્વારા ચાર્જ લઇને કરી આપશે. વર્ક ઓર્ડર આપ્યાથી ૬ માસમાં કામ પુર્ણ કરવામાં આવશે. આ માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઇ છે.



Google NewsGoogle News