વડોદરાના દંતેશ્વરમાં સિક્યુરિટી ગાર્ડ પર મોપેડ ચાલક યુવાનો હુમલો
image : Freepik
- દંતેશ્વર દર્શનમ એન્ટીકા ફ્લેટમાં રોંગ સાઈડ એન્ટ્રી લેતા ચાલકને સિક્યુરિટી ગારડે રોક્યો હતો જેથી ઉસકેરાયેલો મોપેડ ચાલક સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો
વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર
વડોદરાના તરસાલીમાં વિશાલ નગરમાં રહેતા 63 વર્ષના સુધીરભાઈ બબનરામ સાવંત સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગઈકાલે તેમને નોકરી દર્શનમ એન્ટી કા ફ્લૅટ દંતેશ્વર ખાતે મેન ગેટ પર હતી રાત્રે 8:30 વાગ્યે એક ચાલક રોંગ સાઈડથી એન્ટ્રી લેતો હોવાથી મેં તેને બૂમ પાડીને બોલાવ્યો હતો મોબાઇલ ચાલાકી પાસે આવીને મારી પાસે એન્ટ્રી કરાવતા તેનું નામ અંકિત જયસ્વાલ જણાવ્યું હતું. મેં તેને રોંગ સાઈડ એન્ટ્રી લેવા બાબતે પૂછતા તે બોલાચાલી કરીને કહેવા લાગ્યો હતો કે સવારે હું આવ્યો ત્યારે મને કોઈએ રોક્યો ન હતો અત્યારે તમે કેમ રોક્યો તેણે મારા પર હુમલો કરી દિલનું ટિફિન મારા માથાના ભાગે મારી દીધું હતું ગેટ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવતા અંકિત જયસ્વાલ ભાગી ગયો હતો.