વિશ્વામિત્રી પ્રોજેકટ માટે ૧૨૦૦ કરોડ આપ્યા, પણ બબ્બે વખત પૂરમાં ડૂબેલા લોકો માટે ફૂટી કોડી ચૂકવી નથી
ઝોન ફેર માટે સીટિંગ જજની તપાસ માગીઃ મુખ્યમંત્રીને આવેદન આપે તે પૂર્વે અટકાયત
વડોદરા, આજે વડોદરા આવ્યા હતા ત્યારે વડોદરામાં પુર બાબતે રજૂઆત કરવા કોંગ્રેસના અગ્રણીઓ તેમને મળીને આવેદનપત્ર સુપરત કરેતે પૂર્વે પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી. પૂર રોકવામાં તંત્રની બેદરકારી, કેન્દ્ર સરકારદ્વારા રાહત પેકેજ જાહેર ન કરવું તેમજ પૂરગ્રસ્તોને સાંત્વના આપવા બે શબ્દો પણ ન ઉચ્ચાર્યા તે બદલ આક્રોશ વ્યકત કર્યો હતો.
મુખ્યપ્રધાનને જે આવેદનપત્ર સુપરત કરવાનું હતું. તેમાં રજૂઆત કરી હતી કે વડોદરામાં ૩૦ વર્ષમાં ૧૫ વખત પૂર આવ્યા છે. જેમાં આ વખતે બે વારના પૂરે ભારે તારાજી સર્જી છે. સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું કશું હતું જ નહીં. લોકોને કેશડોલ કે ઘરવખરી અને વેપારીઓને થયેલું છે તેનું વળતર ચૂકવ્યું નથી. વડોદરા માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે, લોકોને થયેલા નુકસાનનો સર્વે કરી પુરેપુરુ વળતર તાત્કાલીક ચૂકવી આપે. વિશ્વામિત્રી માટે પૂર રોકવા ૧૨૦૦ કરોડની જાહેરાત કરી. પણ બેબે વખત પુરમાં ડૂબેલા માટે કેટલા કરોડ ફાળવ્યા? લોકોને પ્રથમ પૂરમાં તો ફૂટી કોડી ચૂકવી નથી.
નેતાઓએ ઝોન ફેર કરી ઉભા કરતા નદીને નાની ગટર બનાવી દીધી છે, જેથી ઝોન ફેર રદ કરી, તેના બાંધકામ દૂર કરવા તેમજ ઝોન ફેરની તપાસ માટે સીટિંગ જજ પાસે તપાસની માંગણી કરી છે.