વડોદરામાં ગલ્લા બહાર પડીકા લટકાવવાના મુદ્દે છેડતી : પિતા-પુત્ર સામે ફરિયાદ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ગલ્લા બહાર પડીકા લટકાવવાના મુદ્દે છેડતી : પિતા-પુત્ર સામે ફરિયાદ 1 - image

વડોદરા,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડોદરા જિલ્લાના સાવલીમાં પાનનો ગલ્લો ધરાવતી એક મહિલાને ગલ્લા બહાર પડીકા લટકાવવાના પ્રશ્ને ઝઘડો કરી ઝઘડો કરી છેડતી કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. તેથી પિતા અને બે પુત્રો સામે ફરિયાદ નોંધાઈ હતી.

 પ્રાપ્ત માહિતી મુજબ સાવલી ભાદરવા ચોકડી પાસે આવેલા મહોલ્લામાં રહેતા 32 વર્ષીય અંજનાબેન (નામ બદલ્યું છે) એ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે 13મી ઓગસ્ટના રોજ તેઓ સાંજે પોતાના પાનના ગલ્લા પર હતા. ત્યારે મનોજ ચુનીલાલ માળી ત્યાં આવ્યો હતો. અને કહ્યું હતું કે "દુકાનની બહાર પાન પડીકા કેમ લટકાવો છો ? અમારી દુકાન ઢંકાઈ જાય છે."કહી તેણે અને તેના પિતા ચુનીલાલ માળી અને ભાઈ પીન્ટુ માળીએ ઝઘડો કર્યો હતો અને મારામારી કરી હતી. બાદ અંજનાબેન જ્યારે આવતા જતા હોય ત્યારે બાઈકનું હોર્ન વગાડી હેરાન કરતા હતા અંજનાબેન બાથરૂમમાં નહાતા હોય ત્યારે પીન્ટુ પોતાના મકાન પરથી ધાબા પર જઈ અંજનાબેનને નાહતા જોતો હોય છે. આ અંગે કહેવા જતા અંજનાબેન અને પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી અને ગાડી ચડાવી પતાવી દેવાની ધમકી આપી છેડતી કરી હતી.

પોલીસે બે ભાઈ અને તેના પિતા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News