વડોદરાના મંજુસર અને આજુબાજુના ગામોમાં બિલ વગરના 18.91 લાખના મોબાઈલ કબજે કરાયા
Vaddodara News : વડોદરામાં સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલી વિવિધ દુકાનોમાં બિલ વગરના 139 નંગ રૂપિયા 18,91,287 ની કિંમતના મોબાઇલ મંજુસર પોલીસે કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંજુસર પંથકમાં આવેલી મોબાઈલની દુકાનોમાં વગર બિલનો મોંઘા મોબાઈલનું વેચાણ થતું રોકવા માટે પોલીસે દશ ટીમો બનાવી મંજુસર તેમજ આજુબાજુના ગામોમાં આવેલી મોબાઇલની દુકાનોમાં દરોડો પાડતા 139 નંગ 18,91,287 રૂપિયાના મોબાઈલ બિલ વગરના ઝડપી પાડ્યા હતાં. પોલીસે 8 દુકાનદારોની અટક કરી છે. હાલ પોલીસે 41/1 ડી અને નવી કલમ બી.એન.એસ.એસ 35 (1)(ઇ) અને 106 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના આ દરોડાના પગલે બિલ વગરનો માલ વેચતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.