વાસણારોડની મોબાઇલ શોપના સેલ્સમેને ઉઘરાણીના 11 લાખ વગે કર્યા
વડોદરાઃ વાસણારોડના એક મોબાઇલ શોપના એક સેલ્સમેને ઉઘરાણીના રૃ.૧૧.૨૯ લાખ વગે કર્યાની ફરિયાદ જે પી રોડ પોલીસ સ્ટેશને નોંધાઇ છે.
વાસણારોડ ડીમાર્ટ નજીક સિધ્ધાર્થ એક્સેલન્સમાં નોકીયા તેમજ કોફી ડે વેન્ડિંગ મશીનની ડિસ્ટ્રિબ્યુટરશિપ ધરાવતા નૈનેશ મહેતાએ પોલીસને કહ્યું છે કે,અમે મોબાઇલના ઉઘરાણી માટે રાજેશ કનુભાઇ સોલંકી(મધુરમ સોસાયટી,દરબાર ચોકડી, માંજલપુર)ને નોકરીએ રાખ્યો હતો.
રાજેશનું કામ જુદીજુદી દુકાનો પર મોબાઇલના બિલ આપી રકમ ઉઘરાવવાનું અને અમારી ઓફિસે જમા કરાવવાનું હતું.તેણે એપ્રિલ-૨૦૨૨ થી ઓગષ્ટ-૨૦૨૩ દરમિયાન કુલ રૃ.૧૧.૨૯ લાખની કિંમતના ૫૨૧ મોબાઇલનો હિસાબ જમા કરાવ્યો નહતો.
ઓગષ્ટ-૨૦૨૩થી રાજેશે બીમારીનું કારણ બતાવી ઓફિસે આવવાનું બંધ કર્યું હતું.જેથી જે પી રોડ પોલીસે આ અંગે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.