વડોદરાની ખંડેરાવ માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયેલા મહિલા ડોક્ટરના મોબાઇલની ચોરી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
વડોદરાની ખંડેરાવ માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયેલા મહિલા ડોક્ટરના મોબાઇલની ચોરી 1 - image

image : Freepik

ખંડેરાવ માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયેલા મહિલા ડોક્ટરનો મોબાઈલ ચોર ચોરી ગયો હતો જે અંગે નવાપુરા પોલીસે તપાસ હાથ ધરી છે

વડોદરા,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર

દાહોદ જિલ્લાના ઝાલોદ ગામે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ગુંજનબેન સુરસીંગભાઇ કિશોરી હાલમાં સયાજી હોસ્પિટલ માં જનરલ સર્જીકલ ડોક્ટર તરીકે નોકરી કરે છે. ગત સાતમી તારીખે સવારે 9:30 વાગે તેઓ શાકભાજી લેવા માટે ખંડેરાવ માર્કેટ ગયા હતા તે દરમિયાન તેમના ખિસ્સામાંથી iphone કોઈ ચોરી ગયું હતું.

આજવા રોડ પોસ્ટ ઓફિસની બાજુમાં ટીડક નગર સોસાયટીમાં રહેતા પ્રાચીબેન 13મી તારીખે સાંજે 6:15 વાગે ખંડેરાવ માર્કેટ લારી પર શાકભાજી ખરીદવા ગયા હતા. તે દરમિયાન ચોર મોબાઇલ લઈ ગયો હતો.


Google NewsGoogle News