Get The App

વડોદરા સેન્ટ્રલ જેલમાં ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં સંતાડેલો મોબાઈલ મળ્યો

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
વડોદરા સેન્ટ્રલ જેલમાં ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં સંતાડેલો મોબાઈલ મળ્યો 1 - image


- મોબાઈલનો ઉપયોગ કરતા પાકા કામના કેદી સામે ગુનો દાખલ

વડોદરા,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર

વડોદરા સેન્ટ્રલ જેલમાં ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં છુપાવેલો મોબાઈલ સ્થાનિક ઝડતી સ્કવોડે ઝડપી પાડ્યો છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં સ્ટાફને મળેલી માહિતીના આધારે યાડ નંબર ચાર બેરેક નંબર બે માં તપાસ હાથ ધરવામાં આવી હતી. સર્ચ દરમિયાન દરેકની જમણી બાજુની દીવાલ પર લગાવેલા ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડને ચેક કરતા તેમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

 વણાંટ વિભાગમાં કામ કરતા કેદીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ મોબાઈલ ફોન પાકા કામના કેદી ધીરજ ઉર્ફે ધીરુ ગુલાબભાઈ રાઠવાનો છે. જેથી જેલર દ્વારા કેદી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મોબાઈલ ફોનનો ઉપયોગ કેદી ધીરજ રાઠવા સિવાય અન્ય કોણ કોણ કરતું હતું તેમ જ જેલમાં મોબાઇલ ફોન કઈ રીતે આવ્યો તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News