માંજલપુરમાં બાઇકસવાર શખ્સો મોબાઇલ લૂંટીને ફરાર થઇ ગયા

રાવપુરા પોલીસે ચોરી અથવા ગુમ થયેલા મોબાઇલો માલિકોને સોંપ્યા

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
માંજલપુરમાં બાઇકસવાર શખ્સો મોબાઇલ લૂંટીને ફરાર થઇ ગયા 1 - image

વડોદરા, તા.8 શહેરમાં પોલીસે ૩૦ મોબાઇલ શોધીને તેમના માલિકોને પરત કર્યા તેની વચ્ચે માંજલપુરમાં બાઇક પર ત્રાટકેલા મોબાઇલ ઉઠાવગીરોએ એક મોબાઇલની લૂંટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનેક લોકોના મોબાઇલની ચોરી થઇ હતી અથવા ગુમ થયા હતાં. આ અંગેની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા મોબાઇલ પરત મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે રૃા.૫.૦૬ લાખ કિંમતના કુલ ૩૦ મોબાઇલ શોધી કાઢ્યા હતા અને આ મોબાઇલના માલિકોને બોલાવી તેમને મોબાઇલ સોંપ્યા  હતાં.

દરમિયાન માંજલપુરમાં અંબે સ્કૂલ પાસે વ્રજભૂમિ ફ્લેટમાં રહેતા રચિત રાજેશભાઇ સક્સેના સરસ્વતી ચાર રસ્તાથી તુલસીધામ જવાનારોડ પર સાયકલ લઇને ચક્કર મારવા નીકળ્યા હતા ત્યારે એક બાઇક પર આવેલા બે શખ્સો પૈકી બાઇકની પાછળની સીટ પર બેસેલા શખ્સે રચિતનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને બંને બાઇક લઇને ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News