પંચાયતની જગ્યા પર દુકાન બંધ કરી દો તેમ કહી ટોળાનો હુમલો
ટોળાએટોળાએટોળાએ ત્રણ મહિલા સહિત આઠને માર માર્યો
વડોદરા, તા.5 વાઘોડિયા તાલુકાના તવરા ગામે પંચાયતની જગ્યા પર દુકાન ચલાવતા પરિવાર પર ગ્રામજનોએ હુમલો કરી માર મારતાં એટ્રોસિટિ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તવરા ગામમાં રહેતી શનુબેન જયંતિભાઇ તલાવીયાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગામમાં રહેતા અશોક મગન પરમાર, તુલસીદાસ મડીયો પરમાર, નિલેશ રાવજી પરમાર, અર્જુન ઉર્ફે રાવણ કાળીદાસ પરમાર, પરબત કાળીદાસ પરમાર, કમલેશ રમણભાઇ પરમાર, ગોવિંદ બુધાભાઇ પરમાર, અપ્પુભાઇ, અનિલ ભાઇલાલભાઇ પરમાર અને જશીબેન મગનભાઇ સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨ની રાત્રે અમે ઘરની સામે ખુલ્લી જગ્યામાં ખાટલો નાંખી બેઠા હતાં.
મારો પુત્ર રોહિત તેની દુકાન પાસે ખાટલો નાંખી ઊંઘી ગયો હતો ત્યારે ગામનું ટોળું ટ્રેક્ટર સહિતના વાહનોમાં આવ્યું હતું અને પુત્ર રોહિતની દુકાન પાસે બૂમાબૂમ કરી જણાવેલ કે અહીં દુકાન કરવાની નહી, દેશી દારૃ વેચતા હોય તો બંધ કરી દો તેમ કહેતાં મારા પુત્રએ કહેલ કે તમે દુકાન કેવી રીતે બંધ કરાવી શકો. બાદમાં ટોળાના માણસોએ મારા પુત્રને માર માર્યો હતો. હું તેમજ રોહિતની પત્ની મંગીબેન, મારી છોકરી સીમી, જમાઇ કિરણ, ભાણીયો યોગેશ, રાકેશ તેમજ દશરથ છોડાવવા પડતાં તેમણે પણ માર માર્યો હતો અને દુકાનના ટેકા પાડી દઇ તાડપત્રી પણ કાઢી નાંખી ધમકી આપી તેઓ જતા રહ્યા હતાં.