વડોદરામાં ગોત્રીની શ્રીજી માર્કેટમાં માથાભારે તત્વોએ ભયનો માહોલ સર્જયો, વેપારી પર હુમલો

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ગોત્રીની શ્રીજી માર્કેટમાં માથાભારે તત્વોએ ભયનો માહોલ સર્જયો, વેપારી પર હુમલો 1 - image

image : Freepik

વડોદરા,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી શ્રીજી માર્કેટમાં માતા ભારે તત્વોએ વેપારી પર લાકડીઓ વડે હુમલો કરી ભયનો માહોલ સર્જતા પોલીસે રાયટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોત્રીની સરસ્વતી સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ ચૌધરીએ પોલીસને કહ્યું છે કે તા.૩જીએ સાંજે હું દુકાને પહોંચ્યો ત્યારે મારો ભાઈ ગણેશ કામ માટે નજીકની બીજી દુકાનમાં ગયો હતો. આ દરમિયાન પાંચેક જણ લાકડીઓ લઈ ધસી આવ્યા હતા અને મારી બાજુની દુકાનના શટલ પર લાકડીઓ પછાડી તારો ભાઈ ક્યાં છે બોલાવ.. તેમ કહી મારા ઉપર લાકડીઓ અને પથ્થર વડે હુમલો કર્યો હતો.

મેં બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ મારો ભાઈ આવી જતા હુમલાખોરો ધમકી આપી ભાગી છૂટ્યા હતા. આ બનાવનું કારણ એવું હતું કે અમારી દુકાન પાછળ કેટલાક લોકો ગાળા ગાળી કરતા હોવાથી એક દુકાનદારે તેમને ઠપકો આપ્યો હતો જેથી ઝઘડો થતા મારો ભાઈ વચ્ચે છોડાવવા પડ્યો હતો અને તેની અદાવત રાખી હુમલો કર્યો હતો.

ગોત્રી પોલીસે આ અંગે ફેજાન સાબીર શેખ અને સોનુ સાબીર શેખ (બંને રહે.સયાજીગંજ), પ્રિયાંશ અરવિંદભાઈ રામપીર (છાણી), હિતાંશુ મુકેશભાઈ વરમોરા (અરુણોદય,વડોદરા) અન્ય સાગરીતો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News