Get The App

સગીરાને ભગાડી જનાર ૨૩ વર્ષનો યુવાન આખરે ઝડપાયો

આણંદ પાસેથી પોલીસે યુવાનને ઝડપી પાડયો ઃ સગીરાનો પણ કબજો મેળવ્યો

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
સગીરાને ભગાડી જનાર ૨૩ વર્ષનો યુવાન આખરે ઝડપાયો 1 - image

વડોદરા, તા.11 પાદરા તાલુકાના આંતી ગામમાંથી એક સગીરાના અપહરણ બાદ માતાએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરતાં જ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી સગીરાનું અપહરણ કરનાર ૨૩ વર્ષના યુવાનને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના આંતી ગામમાંથી એક સગીરાનું ગામમાં રહેતા ૨૩ વર્ષના દિલીપ ઉર્ફે હિતેશ મહેશભાઇ પરમારે તા.૩ જૂન ૨૦૨૩ના રોજ અપહરણ કર્યું હતું. આ અંગે સગીરાની માતાએ પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતાં પોલીસ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. માસૂમ પુત્રીના અપહરણ બાદ માતા પણ વ્યથિત રહેતી હતી અને જિલ્લા પોલીસની શોધખોળ છતાં સગીરાનો પત્તો મળતો ન હતો.

દરમિયાન સગીરાની માતાએ હાઇકોર્ટમાં પુત્રીનો કબજો મેળવવા માટે હેબિયર્સ કોપર્સ દાખલ કરતાં જ જિલ્લા પોલીસ એક્ટિવ બની ગઇ હતી. એસઓજીના સ્ટાફે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન દિલીપ ઉર્ફે હિતેશ આણંદ તાલુકાના હાડગુડ ગામમાં રહે છે તેવી બાતમીના આધારે એસઓજી સ્ટાફે ત્યાં પહોંચીને દિલીપને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી.




Google NewsGoogle News