વડોદરાના સમા સાવલી રોડ પર ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય ઝડપાયો, 2 વોન્ટેડ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
વડોદરાના સમા સાવલી રોડ પર ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય ઝડપાયો, 2 વોન્ટેડ 1 - image

વડોદરા,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરાના સમા સાવલી રોડ વિસ્તારમાં પોલીસે એક રાહદારીને તપાસતા એક કિલો ગાંજો મળી આવ્યો હતો.

સમા સાવલી રોડ પર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ધુમાડ ચોકડી થી સમા તરફ પગપાળા આવી રહેલા એક શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેના થેલામાંથી રૂ.10,000 ની કિંમતનો એક કિલો ગાંજો મળી આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન તેનું નામ મુકેશ ભેરુલાલ આદિવાલ (ધાણીરાવ ગામ,પાલી,રાજસ્થાન) હોવાનું ખુલ્યું હતું. સમા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી ગાંજો સપ્લાય કરનાર રાજસ્થાનના મહારાજ નામના એક શખ્સ અને વડોદરાના ગોપેશ વ્યાસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News