ગોત્રીમાં રિક્ષા બીજા રૃટ પર લઇ જઇ લેડી ડોક્ટર સાથે અસભ્ય વર્તન કરનાર પરપ્રાંતીય રિક્ષા ડ્રાઇવરની ધરપકડ
વડોદરાઃ ગોત્રી રોડ પર ગઇકાલે બપોરે એક રિક્ષા ડ્રાઇવરે લેડી ડોક્ટર સાથે કરેલી અસભ્ય વર્તણૂકના બનાવ અંગે ગોત્રી પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે.
ગોરવા વિસ્તારમાં રહેતી અને દિવાળી પુરામાં ક્લિનિક ધરાવતી ડો.ક્રિશિતાએ ગઇ કાલે બપોરે રેપિડો પર રિક્ષા બુક કરાવી ક્લિનિક પર જતી હતી ત્યારે ગોત્રી જીઇબીની ઓફિસ પાસેથી રિક્ષા ચાલકે બીજા રૃટ પરથી રિક્ષા લેતાં મહિલાએ વિરોધ કર્યો હતો.જેથી રિક્ષાચાલકે રિક્ષા રોકી નહતી.
મહિલાએ મદદ માટે બૂમો પાડી રિક્ષામાંતી ઉતરી જતાં રિક્ષા ચાલકે રિક્ષા દોડાવી મૂકી હતી.જેથી મહિલાને ઇજા પહોંચી હતી.લોકો મહિલાની વહારે આવતાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.જેને આધારે ગોત્રી પોલીસે સલમાન જાનશેર પઠાણ(રોશનપાર્ક,અર્બલ હેલ્થ સેન્ટર પાસે, નવાયાર્ડ,મૂળ ફરૃકાબાદ,યુપી)ની ધરપકડ કરી છે.
રિક્ષા ચાલકે રોડ બંધ છે તેમ કહેતાં મેં તેેને હું જાણું છું પણ ડિવાઇડરના કટમાંથી રિક્ષા જઇ શકે છે તેમ કહેતાં રિક્ષા ચાલકે ગેર વર્તણૂક કરી હતી.જેથી મેં મદદ માટે બૂમો પાડતાં રિક્ષાચાલકે રિક્ષા દોડાવી હતી.આગળ થોડીવાર માટે રિક્ષા ઉભી રહેતાં હું ઉતરવા ગઇ ત્યારે તેણે ફુલસ્પીડે દોડાવી દેતાં હું રસ્તા પર પડી હતી અને ઇજા થઇ હતી.મારો સામાન પણ રિક્ષાચાલક લઇ ગયો હતો.ગોત્રી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી રિક્ષાચાલક પઠાણ સલમાન જાનશેર(રોશનપાર્ક,નવાયાર્ડ અર્બન હેલ્થ સેન્ટર પાસે) સામે ગુનો નોંધ્યો છે.